ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસ ક્રિકેટરો માટે ડ્રિક્સ લઇને મેદાન પર પહોંચ્યા

Published: Oct 28, 2019, 20:14 IST | Adelaide

મેચમાં ઓસ્ટ્રેલિયાના ડેનિયલ ફાલિન્સે શ્રીલંકાના દાસુન સનાકાને આઉટ કર્યો હતો. ત્યારે મોરિસન ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઈને મેદાનમાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ડેનિયલ ફાલિન્સ મેદાન પર ડ્રિંક્સ લઇને પહોંચ્યા
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ડેનિયલ ફાલિન્સ મેદાન પર ડ્રિંક્સ લઇને પહોંચ્યા

Adelaide : ઓસ્ટ્રેલિયામાં ગુરુવારે ક્રિકેટ મેચમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને મેદાનમાં ડ્રિંક્સ લઈને જતા બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં લોકોએ તેમના વખાણ કર્યા હતા. એક યૂઝરે કહ્યું કે, પ્રધાનમંત્રી અત્યારે વોટર બોયની ડ્યુટી ભજવી રહ્યા છે.


મેચ કેનબેરાના મનુકા ઓવલમાં રમાઈ રહી હતી. શ્રીલંકા અને પ્રધાનમંત્રી ઇલેવન વચ્ચે વોર્મઅપ મેચ રમાઈ રહી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાના ડેનિયલ ફાલિન્સે શ્રીલંકાના દાસુન સનાકાને આઉટ કર્યો હતો. ત્યારે મોરિસન ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઈને મેદાનમાં આવ્યા હતા. શ્રીલંકા 3 ટી-20ની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ઓસ્ટ્રેલિયાએ પહેલી ટી20 મેચ 134 રને જીતી
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમે શાનદાર પ્રદર્શન કરતા પહેલી જ મેચમાં 134 રને જંગી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વિસ્ફોટર ડેવિડ વોર્નરે 56 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ આક્રમક 100 રન કર્યા હતા. તો મેક્સવેલે 28 બોલમાં 7 ચોગ્ગાની 3 છગ્ગાની મદદથી 62 રનની ઇનીંગ રમી હતી. તો બોલીંગમાં ઝંપાએ 3 અને સ્ટાર્ક-કમ્મીન્સે 2-2 વિકેટ ઝડપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK