સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે આ જાહેરાત સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કરી હતી. પ્લેસીની પ્રાથમિકતા હવે ટી૨૦ ક્રિકેટ પર વધુ રહેશે. પ્લેસી પહેલાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ-સિરીઝ બાદ ટેસ્ટને અલવિદા કહેવાનો હતો, પણ કોરોનાને કારણે ઑસ્ટ્રેલિયાએ એ સિરીઝ રદ કરી દીધી હતી.
પ્લેસી સાઉથ આફ્રિકાના સૌથી સફળ કૅપ્ટનોમાં ગ્રેમ સ્મિથ (૫૩ જીત) અને હૅન્સી ક્રોન્યે (૨૭ જીત) બાદ ૧૮ જીત સાથે ત્રીજા નંબરે આવે છે.
૩૬ વર્ષના પ્લેસીએ નવેમ્બર ૨૦૧૨માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં જ સેન્ચુરી ફટકારી હતી. તેણે એ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૭૮ અને બીજી ઇનિંગ્સમાં ૧૧૦ રન બનાવ્યા હતા.
પ્લેસીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ વર્ષ આપણા બધા માટે ઘણીબધી રીતે ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે. આ વર્ષે મેં મારી જાતનું મૂલ્યાંકન કર્યું હતું ત્યારે મને લાગ્યું કે આ એક નવું ચૅપ્ટર શરૂ કરવા માટે યોગ્ય સમય છે. દેશ માટે દરેક ફૉર્મેટમાં રમવાનું મારા માટે ગર્વની વાત છે, પણ સમય આવી ગયો છે કે હું ટેસ્ટ-ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લઉં. જો મને કોઈએ ૧૫ વર્ષ પહેલાં કહ્યું હોત કે હું સાઉથ આફ્રિકા વતી ૬૯ ટેસ્ટ રમીશ અને ટીમનો કૅપ્ટન પણ બનીશ તો હું એના પર વિશ્વાસ ન કરત. મારું ટેસ્ટ-કરીઅર ખૂબ જ શાનદાર રહ્યું. સારા અને ખરાબ સમયે મને એવો ઇન્સાન બનાવ્યો કે જે આજે ગર્વ સાથે તમારી સમક્ષ ઊભો છે.’
પ્લેસી તેની ૮ વર્ષની ટેસ્ટ-કરીઅરમાં ૬૯ ટેસ્ટ રમ્યો હતો, જેમાં ૪૦.૦૨ ઍવરેજ તથા ૧૦ સેન્ચુરી અને ૨૧ હાફ સેન્ચુરી સાથે ૪૧૬૩ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં બે મહિના પહેલા ડિસેમ્બરનમાં શ્રીલંકા સામે બનાવેલા ૧૯૯ રન હૉએસ્ટ સ્કોર છે. તે છેલ્લી ટેસ્ટ આ જ મહિને પાકિસ્તાન સામે રાવલપિંડીમાં રમી હતી જેમાં પહેલી ઇનિંગ્સમાં ૧૭ અને બીજી ઇનિંગ્સમાં પાંચ રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર
28th February, 2021 13:30 ISTઆ બહેને સુપરમાર્કેટમાં બધાની સામે જ અન્ડરવેઅર કાઢી માસ્કની જેમ પહેરી લીધી
28th February, 2021 08:29 ISTઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 ISTપાકિસ્તાનની ટી૨૦માં જીતની સેન્ચુરી
15th February, 2021 13:13 IST