Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઓસ્ટ્રેલિયન ઓપન 2019: નડાલને હરાવી જોકોવિચે જીત્યું ટાઈટલ

ઓસ્ટ્રેલિયન ઓપન 2019: નડાલને હરાવી જોકોવિચે જીત્યું ટાઈટલ

24 July, 2019 03:52 PM IST |

ઓસ્ટ્રેલિયન ઓપન 2019: નડાલને હરાવી જોકોવિચે જીત્યું ટાઈટલ

જોકોવિચે જીત્યું 15મું ટાઈટલ

જોકોવિચે જીત્યું 15મું ટાઈટલ


નોવાક જોકોવિચે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. 2019ના પુરુષ સિંગલ્સની ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચે સ્પેનના રાફેલ નાડાલને સીધા સેટમાં હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધું. જોકોવિચે આખી મેચમાં નડાલને કોઈ તક ન આપતા સીધા સેટોમાં 6-3,6-2,6-3થી પરાજય આપ્યો. જોકોવિચે વર્ષનું પહેલું ગ્રાન્ડસ્લેમ જીતીને સારી શરૂઆત કરી છે.




 

નડાલ અને જોકોવિચ વચ્ચે આ 53મી મેચ હતી. જેમાં જોકોવિેચે જીત મેળવી છે. આ સાથે જો જોકોવિચે 15મું ગ્રાન્ડસ્લેમ જીતી લીધું છે. ટાઈટલ જીત્યા બાદ જોકોવિચે ડાન્સ કરીને ઉજવણી કરી હતી. 


 

ફાઈનલમાં જોકોવિચ અને નડાલ વચ્ચે કાંટાની ટક્કરની આશા હતી. પરંતુ નડાલને જોકોવિચે એકતરફી મેચમાં પરાજય આપ્યો. ઉલ્લેખનીય છે કે 2012માં બંને ખેલાઓ વચ્ચે ગ્રાન્ડસ્લેમ ઈતિહાસની સૌથી લાંબી મેચ રમાઈ હતી. બંને વચ્ચેની તે મેચ 5 કલાક અને 53 મિનિટ સુધી ચાલી હતી. આખરે જોકોવિચે પાંચમો સેટ 7-5થી જીત્યો હતો.

આ પણ વાંચોઃAO 2019: ઓસાકાએ જીત્યો બીજી વાર ગ્રાન્ડસ્લૈમ ખિતાબ

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:52 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK