World Cup 2019 : ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન થયો ટુર્નામેન્ટમાંથી બહાર

London | Jul 05, 2019, 17:33 IST

ટાઇટલ જીતવા માટે મજબુત દાવેદાર ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી પહેલા સેમી ફાઇનલમાં પહોંચી હતી. ત્યારે આજ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શોન માર્શ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.

World Cup 2019 : ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન થયો ટુર્નામેન્ટમાંથી બહાર
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા

London : ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019 તેના હવે અંતિમ તબક્કા પર પહોંચી રહ્યું છે. ત્યારે પાંચવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીતેલી અને આ વખતે પણ ટાઇટલ જીતવા માટે મજબુત દાવેદાર ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી પહેલા સેમી ફાઇનલમાં પહોંચી હતી. ત્યારે આજ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શોન માર્શ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.

માર્શની જગ્યાએ પીટર હૈંડ્સસકોમ્બને ટીમમાં સમાવાયો
વર્લ્ડ કપ 2019ની મજબુત ટીમ ઓસ્ટ્રેલિયા ટીમનો ડાબા હાથનો બેટ્સમેન શોન માર્શ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. માર્શના હાથનું હાડકું તૂટી ગયું છે. વિકેટકીપર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બને માર્શના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આઈસીસીની ટેકનિકલ સમિતિએ હૈંડ્સકોમ્બને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

પ્રેક્ટિસ દરમ્યાન માર્શ ઇજાગ્રસ્ત થયો હતો
માર્શને ગુરૂવારે પ્રેક્ટિસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. ઓલ્ડ ટ્રેફર્ડમાં લાગેલી આ ઈજા બાદ માર્શે પોતાના હાથની સર્જરી કરાવવી પડશે. માર્શ સિવાય ગ્લેન મેક્સવેલને પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. પરંતુ તે ફિટ છે.
 ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે પોતાની અંતિમ લીગ મેચ માનચેસ્ટરમાં આફ્રિકા વિરુદ્ધ રમવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK