ઑસ્ટ્રેલિયાનો બોલિંગ-અટૅક ઇન્ડિયા કરતાં જબરદસ્ત : પૉન્ટિંગ

Published: 4th December, 2019 13:32 IST | Adelaide

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગનું કહેવું છે કે ઇન્ડિયા કરતાં ઑસ્ટ્રેલિયાનો બોલિંગ અટૅક જોરદાર છે. ઇન્ડિયાની બોલિંગની હાલમાં વાહવાહી થઈ રહી છે, પરંતુ પૉન્ટિંગનું માનવું થોડું અલગ છે.

રિકી પૉન્ટિંગ (PC : PTI)
રિકી પૉન્ટિંગ (PC : PTI)

(આઇ.એ.એન.એસ.) ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગનું કહેવું છે કે ઇન્ડિયા કરતાં ઑસ્ટ્રેલિયાનો બોલિંગ અટૅક જોરદાર છે. ઇન્ડિયાની બોલિંગની હાલમાં વાહવાહી થઈ રહી છે, પરંતુ પૉન્ટિંગનું માનવું થોડું અલગ છે. આ વિશે વધુ જણાવતાં પૉન્ટિંગે કહ્યું હતું કે ‘અઠવાડિયાના કોઈ પણ દિવસે હું અમારી ટીમને પસંદ કરીશ. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી છેલ્લાં ઘણાં વર્ષથી ખૂબ જ અદ્ભુત દેખાવ કરી રહ્યા છે તેમ જ ઉમેશ યાદવ અને ઇશાંત શર્માની જોડી પણ હાલમાં સારું પર્ફોર્મ કરી રહી છે. તેમની પાસે સારા ફાસ્ટ બોલર્સ છે. આ તમામની વચ્ચે રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને મૂકતાં તેમનો બોલિંગ અટૅક વધુ સારો બની જાય છે.

આ પણ જુઓ : Mithali Raj: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે આટલી બોલ્ડ અને બ્યૂટીફુલ

જોકે તેમના સ્પિનર્સને ઑસ્ટ્રેલિયામાં ખૂબ જ તકલીફ પડે છે. ઇન્ડિયન સ્પિનર કરતાં નૅથન લાયન પાસે સારો અનુભવ છે તેમ જ મિચલ સ્ટાર્ક ખૂબ જ અદ્ભુત છે. અમારા બૉલર્સ દરેક કન્ડિશનમાં ઇન્ડિયન બોલર્સ કરતાં સારો અટૅક કરી શકે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK