Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Ind vs Aus: 46 વર્ષ બાદ ભારતનો સ્કોર 50થી ઓછો

Ind vs Aus: 46 વર્ષ બાદ ભારતનો સ્કોર 50થી ઓછો

19 December, 2020 03:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ind vs Aus: 46 વર્ષ બાદ ભારતનો સ્કોર 50થી ઓછો

તસવીર સૌજન્યઃ cricket.com.auનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ cricket.com.auનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ


ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે કાંગારૂએ ડે-નાઈટ ટેસ્ટમાં ન હારવાનો ક્રમ યથાવત્ રાખ્યો છે. તેઓ આ જીત સાથે પિન્ક બોલ સાથે રમાયેલી આઠમાંથી આઠ ટેસ્ટ જીતી ગયા છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયા સતત ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસની અંદર હારી છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ બંને ટેસ્ટ ત્રણ દિવસની અંદર ગુમાવી હતી. વેલિંગ્ટન ખાતે ભારત 10 વિકેટે અને ક્રાઈસ્ટ ચર્ચ ખાતે 7 વિકેટે હાર્યું હતું.

90 રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. જો બર્ન્સે 51 અને મેથ્યુ વેડે 33 રન કર્યા. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે બીજી ઇનિંગ્સમાં 9 વિકેટે 36 રન કર્યા છે. મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થતાં ભારતીય ઇનિંગ્સ સમાપ્ત થઇ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમ ઇન્ડિયા 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે 42 રનમાં ઓલઆઉટ થઇ હતી.



ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટના નુકસાને આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમે સાઉથ આફ્રિકા સામે 1996માં ડરબન ખાતે 25 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારે ભારત 66 રનમાં ઓલઆઉટ થયું હતું.


 


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK