Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો ૩-૦થી વાઇટ-વૉશ કર્યો

ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો ૩-૦થી વાઇટ-વૉશ કર્યો

02 November, 2019 04:43 PM IST | મુંબઈ ડેસ્ક

ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો ૩-૦થી વાઇટ-વૉશ કર્યો

ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો ૩-૦થી વાઇટ-વૉશ કર્યો


મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) : ઑસ્ટ્રેલિયાના ઘરઆંગણે શ્રીલંકા સાથે રમાયેલી ત્રણ ટી૨૦ મૅચની સિરીઝમાં યજમાને મહેમાન ટીમનો ૩-૦થી વાઇટ વૉશ કર્યો છે. ડેવિડ વૉર્નરની અણનમ ૫૭ રનની ઇનિંગને લીધે ત્રીજી ટી૨૦ મૅચ ઑસ્ટ્રેલિયા ૭ વિકેટે જીતી ગયું હતું.

ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન ટીમ ૬ વિકેટ ગુમાવીને ૨૦ ઓવરમાં ૧૪૨ રન કરી શકી હતી. કુસલ પરેરાએ સૌથી વધારે ૫૭ રન બનાવ્યા હતા. મહેમાન ટીમે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલા કાંગારૂઓએ ૧૭.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૪૫ રન બનાવી લીધા હતા અને મૅચ પોતાના નામે કરી લીધી હતી. પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા વૉર્નરની ઇનિંગને લીધે યજમાન ટીમ મહેમાનનો ૩-૦થી વાઇટ-વૉશ કરવામાં સફળ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2019 04:43 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK