૨૦૨૧નો ટી૨૦ વર્લ્ડ કપ યોજવાની ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને ઇચ્છા

Published: May 30, 2020, 17:29 IST | Gujarati Mid-day Correspondent | Melbourne

હાલમાં ૨૦૨૧નો ટી૨૦ વર્લ્ડ કપ યોજવાના રાઇટ્સ ભારત પાસે છે

૨૦૨૦માં ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા યોજી શકશે કે નહીં એ વિશે હજી પણ ચર્ચા ચાલી રહી છે, પણ ૨૦૨૧નો ટી૨૦ વર્લ્ડ કપ યોજવાની ઇચ્છા ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આઇસીસી સમક્ષ દર્શાવી છે. હાલમાં ૨૦૨૧નો ટી૨૦ વર્લ્ડ કપ યોજવાના રાઇટ્સ ભારત પાસે છે. આઇસીસીએ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને આ વિશે એક પત્ર લખ્યો હતો જેમાં આ વર્ષનો ટી૨૦ વર્લ્ડ કપ યોજવાની તેમની ક્ષમતા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પત્રના જવાબમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ચૅરમૅન અર્લ એડિંગ્સે પત્ર લખી કોરોના વાઇરસને કારણે આ વર્ષની ટુર્નામેન્ટ શિફ્ટ કરવાની દરખાસ્ત કરી હતી. ૨૦૨૧ના અંતમાં જ્યારે ભારત ટી૨૦ વર્લ્ડ કપ યોજવાની છે ત્યારે ઑસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટને પોતે યોજવાની ઇચ્છા ધરાવી છે. આ વર્ષના હોસ્ટિંગ રાઇટ્સ ૨૦૨૨ની ટુર્નામેન્ટ સાથે શિફ્ટ કરવા નથી માગતી. આઇસીસીના બોર્ડની ટેલિકૉન્ફરન્સ મીટિંગ ગુરુવારે યોજાઈ હતી જેને હવે ૧૦ જૂને યોજવામાં આવશે. સંભવતઃ આ મીટિંગમાં ૨૦૨૦ના ટી૨૦ વર્લ્ડ કપનું ભવિષ્ય નક્કી થવાની સંભાવના છે.

૨૦૨૧માં ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે અને પોતાના હોસ્ટિંગ રાઇટ્સ બીસીસીઆઇ આપવા તૈયાર નથી. એવામાં અંતિમ નિર્ણય શું થશે એ ૧૦ જૂનના દિવસે ખબર પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK