સેમી ફાઇનલમાં સેરેના સામે ટકરાશે ઓસાકા

Published: 17th February, 2021 11:03 IST | Gujarati Mid-day Correspondent | Melbourn

આવતી કાલે બન્ને વચ્ચે સેમી ફાઇનલ જંગ જામશે

સેરેના વિલિયમ્સ
સેરેના વિલિયમ્સ

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે બે ચૅમ્પિયન મહિલા ખેલાડીઓ સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકાએ ક્વૉર્ટર ફાઇનલમાં જીત મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે આવતી કાલે બન્ને વચ્ચે સેમી ફાઇનલ જંગ જામશે. ૧૦મા ક્રમાંકની સેરેનાએ બીજા ક્રમાંકિત સિમોના હૅલેપને સીધા સેટમાં ૬-૩, ૬-૩થી હરાવી હતી, જ્યારે ઓસાકાએ તાઇવાનની ૩૫ વર્ષની હૈસ સુ વીને સીધા સેટમાં ૬-૨, ૬-૨થી પરાસ્ત કરી હતી. હૈસ ૩૫ વર્ષની ઉંમરે ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશનાર પ્રોફેશનલ ઍરાની સૌથી મોટી ઉંમરની  મહિલા ખેલાડી બની હતી.

મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન અને આઠ વખતના ચૅમ્પિયન નોવાક જૉકોવિચે પહેલો સેટ હાર્યા બાદ કમબૅક કરતાં જર્મનીના ઍલેક્ઝેન્ડર ઝ્વેરેવ સામે ૬-૭, ૬-૨, ૬-૪ અને ૭-૬થી જીત મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જૉકોવિચનો આ ૩૯મો ગ્રૅન્ડ સ્લૅમ સેમી ફાઇનલ પ્રવેશ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK