ટીમ ઇન્ડિયાએ મને ઉશ્કેર્યો અને એ જ તેમને ભારે પડ્યું : જૉન્સન

Published: 24th December, 2014 05:43 IST

મેલબર્ન: બીજી ટેસ્ટમાં મિચલ જૉન્સનના બહુમૂલ્ય ૮૮ રન અને ૬૧ રનમાં ૪ વિકેટ સાથેના શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ટીમ ઇન્ડિયાની હાર માટેનું મુખ્ય કારણ બન્યો હતો.


જૉન્સને ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયા તેની સાથે માઇન્ડ ગેમ રમવા ગઈ અને એ જ તેમને ભારે પડ્યું હતું. મારા આ શાનદાર પર્ફોર્મન્સ માટે ભારતીય ટીમે જ મને ઉશ્કેર્યો હતો. જૉન્સને કહ્યું હતું કે ‘બૅટિંગ કરવા મેદાનમાં ઊતર્યો ત્યારે નજીક ઊભેલા ફીલ્ડરોએ મારો ધ્યાનભંગ કરવાની બહુ કોશિશ કરી હતી અને મારા પર શબ્દબાણ છોડ્યાં હતાં, પણ મેં જરા પણ વિચલિત થયા વગર ઉપયોગી ઇનિંગ્સ રમીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી અને જીતની સ્થિતિમાં લાવી દીધી હતી. ભારતીયોની માઇન્ડ ગેમ તેમને જ ભારે પડી હતી. આ બધું રમતનો એક ભાગ છે, પણ મને લાગે છે કે ઇન્ડિયન ખેલાડીઓ તેમની હદ થોડી વધુ પાર કરી રહ્યા હતા.’

ભુવનેશ્વર કદાચ ત્રીજી ટેસ્ટમાં રમશે

ઇન્જરીને લીધે બન્ને ટેસ્ટ ગુમાવનાર ભુવનેશ્વરકુમાર કદાચ શુક્રવારથી શરૂ થતી ત્રીજી ટેસ્ટમાં રમતો જોવા મળી શકે એવી આશા ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ ભરત અરુણે વ્યક્ત કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK