Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Ashes 2019 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, વોર્નર-સ્મીથની વાપસી

Ashes 2019 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, વોર્નર-સ્મીથની વાપસી

26 July, 2019 09:34 PM IST | Mumbai

Ashes 2019 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, વોર્નર-સ્મીથની વાપસી

Ashes 2019 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, વોર્નર-સ્મીથની વાપસી


Mumbai : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી એશિઝ સીરિઝ થઇ રહી છે. જેને પગલે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે પોતાની 17 સભ્યોની ટીમ જાહેર કરી છે. મહત્વનું છે કે ટેસ્ટ ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથની વાપસી થઇ છે. તો બીજી તરફ ફાસ્ટ બોલર માઇકલ નેસેરને ટીમમાં પહેલીવાર સ્થામ મળ્યું છે. જ્યારે વિકેટકિપર-બેટ્સમેન મેથ્યૂ વેડ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

વોર્નર-સ્મીથની ટેસ્ટ ટીમમાં વાપસી
એક વર્ષના પ્રતિબંધ બાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નરની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. જો  મેથ્યૂ વેડ રમશે તો ઓક્ટોબર 2017 બાદ કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે તેમની આ પ્રથમ મેચ હશે. તે સપ્ટેમ્બર 2017માં ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો.

એશિઝ સીરિઝ માટે ટિમ પેન સુકાની રહેશે
આગામી એશિઝ સીરીઝ માટે ટીમ પેન જ કેપ્ટન રહેશે. જ્યારે સલામી બેટ્સમેન માર્કસ હેરિસનું પણ ટીમમાં સ્થાન સલામત છે. શૉન માર્શને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમનો ભાઈ ઑલરાઉન્ડર મિશેલ માર્શ આગામી સીરીઝમાં નજર આવશે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

ઓસ્ટ્રેલિયાની ટીમ :
ટિમ પેન (સુકાની), ડેવિડ વોર્નર, સ્ટિવ સ્મીથ, કેમરન બેનક્રોફ્ટ, મેથ્યૂ વેડ, પેટ કમિન્સ, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મારનસ લાબુસ્ચગ્ને, મિશેલ માર્શ, માઇકલ નેસેર, જેમ્સ પેન્ટિસન, પીટર સિડલ, નાથન લાયન અને મિશેલ સ્ટાર્ક.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2019 09:34 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK