આફ્રિકાના ગઢ સેન્ચુરિયનમાં ઑસ્ટ્રેલિયા પણ કંઈ કમ નથી

Published: 19th October, 2011 17:20 IST

સેન્ચુરિયન: સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા T20 સિરીઝમાં એક-એક જીત સાથે સરખા રહ્યા પછી હવે આજે બન્ને દેશો વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે જેમાં આજની પ્રથમ મૅચ (ટેન ક્રિકેટ પર સાંજે ૬.૦૦) એવા ગ્રાઉન્ડ પર રમાશે જ્યાં સાઉથ આફ્રિકનોનો હાથ ઉપર છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં સાઉથ આફ્રિકનો ૧૯૯૨થી અત્યાર સુધીમાં ૨૭ વન-ડે રમ્યા છે જેમાંથી ૧૭ જીત્યા છે.

સાઉથ આફ્રિકનો ૨૭માંથી ૧૭ વન-ડે જીત્યા છે અને કાંગારૂઓનો પણ પોણા ભાગની મૅચોમાં વિજય : આજે થશે સિરીઝનો પ્રથમ જંગ

બીજી તરફ, ઑસ્ટ્રેલિયા આ મેદાન પર ૧૧માંથી ૭ વન-ડે જીત્યું છે. ૨૦૦૩ના વર્લ્ડ કપમાં અને પછી ૨૦૦૯ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સેન્ચુરિયનની જીત કાંગારૂઓ માટે શુકનિયાળ સાબિત થઈ હતી. જોકે આ સ્થળે સાઉથ આફ્રિકા સામે તેમનો રેકૉર્ડ થોડો નબળો છે. અહીં કાંગારૂઓ તેમની સામે ૨-૩થી પાછળ છે.

સેન્ચુરિયનની પિચ પુષ્કળ રન માટે જાણીતી છે. જોકે અહીં બોલરોને બાઉન્સ અને મુવમેન્ટ પણ સારા મળતા હોવાથી આફ્રિકનોમાં ડેલ સ્ટેન તથા બીજા બોલરોને અને ઑસ્ટ્રેલિયનોમાં મિચલ જૉન્સન તથા તેના સાથી બોલરોને ફાયદો થઈ શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK