કિવીઓ ૨૬ વર્ષથી ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ નથી જીત્યા : આજે પ્રથમ મૅચ

Published: 1st December, 2011 08:21 IST

બ્રિસ્બેન : ઑસ્ટ્રેલિયા સામે ન્યુ ઝીલૅન્ડની આજથી બે મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૨૮) રમાશે. રૉસ ટેલરના નેતૃત્વમાં કિવીઓ બેમાંથી એક ટેસ્ટ જીતીને કાંગારૂઓની ધરતી પર નવો ઇતિહાસ સરજી શકે.છેલ્લી જીત ૧૯૯૨માં

કિવીઓ ૨૬ વર્ષથી ઑસ્ટ્રેલિયામાં એકેય ટેસ્ટ નથી જીતી શક્યા. છેલ્લે ૧૯૯૨માં રિચર્ડ હેડલી તેના પફોર્ર્મન્સની ટોચ પર હતો અને ઍલન બોર્ડરની ટીમ બેઠી થઈ રહી હતી ત્યારે કિવીઓ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત્યા હતા.

પૉન્ટિંગ એટલે ધોળો હાથી : કેર્ન્સ

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ક્રિસ કેર્ન્સે ગઈ કાલે કહ્યું હતું કે ‘રિકી પૉન્ટિંગ એટલે ઑસ્ટ્રેલિયાના ડ્રેસિંગ-રૂમમાં બેઠેલો ધોળો હાથી. તે ઘણા વખતથી સારું રમતો નથી અને બધાની વચ્ચે કારણવગર જગ્યા રોકીને બેઠો છે. તેને તેની ૧૬ વર્ષની કરીઅરનો અંત લાવવાનું કહી જ દેવું જોઈએ.’

પૅટિસનબંધુઓ ૧૧૨ વર્ષનો નવો ઇતિહાસ સર્જી શકે

ઑસ્ટ્રેલિયાના પાંચ પ્લેયરો ઈજાગ્રસ્ત છે. આજે માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપનીમાં ત્રણ નવા ચહેરા જોવા મળે તો નવાઈ નહીં. ઈજાગ્રસ્ત શેન વૉટ્સનનો વિકલ્પ ડેવિડ વૉર્નર આજે ટેસ્ટકરીઅર શરૂ કરશે. પચીસ ટેસ્ટ રમી ચૂકેલા પીટર સીડલ સાથે લેફ્ટી પેસબોલર મિચલ સ્ટાર્ક અથવા રાઇટી પેસબોલર બેન કટિંગને કરીઅર શરૂ કરવા મળશે. ૨૧ વર્ષની ઉંમરનો પેસબોલર જેમ્સ પૅટિસન જો આજે ટેસ્ટકારકિર્દી શરૂ કરશે તો તે અને ૨૦૦૮માં ઇંગ્લૅન્ડ વતી એકમાત્ર ટેસ્ટ રમી ચૂકેલો તેનો મોટો ભાઈ ડૅરેન પૅટિસન અલગ દેશ વતી ટેસ્ટ રમનાર છેલ્લા ૧૧૨ વર્ષમાં ભાઈઓની પ્રથમ જોડી કહેવાશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK