ઑસ્ટ્રેલિયાનો હાથ ઉપર પણ પૉન્ટિંગની પરીક્ષા

Published: 1st December, 2012 08:29 IST

નિર્ણાયક ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના ૨૨૫ સામે ઑસ્ટ્રેલિયા બે વિકેટે ૩૩. છેલ્લી ટેસ્ટ રમી રહેલા આ પીઢ પ્લેયર તેમ જ ક્લાર્ક અને હસીએ આજે સાઉથ આફ્રિકન બોલરોની બોલિંગતાકાતને ભેદવી પડશેપર્થ: રિકી પૉન્ટિંગના સથવારે છેલ્લી વખત ટેસ્ટમૅચ રમી રહેલા ઑસ્ટ્રેલિયનોએ ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૮.૦૦)માં પ્રથમ દિવસની રમતને અંતે હાથ થોડો ઉપર રાખ્યો હતો. સાઉથ આફ્રિકા માત્ર ૨૨૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું ત્યાર બાદ કાંગારૂઓએ બે વિકેટે ૩૩ રન બનાવ્યા હતા. જોકે આ મૅચના અંત સાથે ઇન્ટરનૅશનલ કરીઅર પૂરી કરી રહેલો પૉન્ટિંગ તેમ જ કૅપ્ટન માઇકલ ક્લાર્ક અને માઇક હસી ગઈ કાલે બૅટિંગમાં આવવાના બાકી હતા.

ડેવિડ વૉર્નર ૧૨ રને અને નાઇટવૉચમૅન નૅથન લાયન ૭ રને રમી રહ્યો હતો. વાઇસ કૅપ્ટન શેન વૉટ્સન માત્ર ૧૦ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પર્થની ગ્રીન પિચ પર ગઈ કાલે કુલ ૨૫૭ રનમાં ૧૨ વિકેટ પડી હતી.

૭૦-પ્લસની હૅટ-ટ્રિક : પ્લેસી પ્રથમ

સાઉથ આફ્રિકાને આગલી ટેસ્ટમૅચમાં પરાજયથી બચાવીને મૅચ ડ્રૉ કરાવનાર નવા બૅટ્સમૅન ફૅફ ડુ પ્લેસીએ ગઈ કાલે અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે કયોર્ હતો. કરીઅરની પહેલી ત્રણ ટેસ્ટઇનિંગ્સમાં ૭૦ કરતાં વધુ રન બનાવ્યા હોય એવો તે એકમાત્ર પ્લેયર છે.

પ્લેસીએ ઍડીલેડની આગલી ટેસ્ટના પ્રથમ દાવમાં ૭૮ રન અને બીજા દાવમાં અણનમ ૧૧૦ રન બનાવ્યા હતા. અગાઉના વષોર્માં બે બૅટ્સમેનો એવા થઈ ગયા જેઓ આ અનોખી સિદ્ધિ નોંધાવતા જરાક માટે રહી ગયા હતા. ઑસ્ટ્રેલિયાના હર્બી કૉલિન્સે પ્રથમ ત્રણ ટેસ્ટઇનિંગ્સમાં ૭૦, ૧૦૪ અને ૬૪ રન બનાવ્યા હતા. તાજેતરમાં નિવૃત્તિ લેનાર ઇંગ્લૅન્ડના ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસે પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં ૧૧૨, ૮૩ અને ૬૨ રન કર્યા હતા.

એલ્ગરનો ઝીરો રેકૉર્ડ-બુકમાં

ગઈ કાલે ડીન એલ્ગર કરીઅરની પહેલી જ ટેસ્ટમૅચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થનાર ૧૯૯૮ પછીનો સાઉથ આફ્રિકાનો સાતમા નંબર સુધીના ટૉપ-ઑર્ડરની બૅટિંગ લાઇન-અપનો પ્રથમ બૅટ્સમૅન બન્યો હતો. ૧૯૯૮માં સાઉથ આફ્રિકાના ગેહાર્ડસ લિબેનબર્ગે પહેલી જ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વગર વિકેટ ગુમાવી હતી.

લાયન હવે યાર્ડલી-વૉર્નની હરોળમાં

સ્પિનર નૅથન લાયન (૧૨-૧-૪૧-૩) ગઈ કાલે ઑસ્ટ્રેલિયન બોલરોમાં બેસ્ટ સાબિત થયો હતો. ઑસ્ટ્રેલિયન સ્પિનરોમાં તેની આ બોલિંગ-ઍનૅલિસિસ પર્થની ટેસ્ટના પ્રથમ દાવમાં બ્રુસ યાર્ડલી (૧૦૭ રનમાં પાંચ) અને શેન વૉર્ન (૮૩ રનમાં ચાર) પછીની થર્ડબેસ્ટ છે.

નંબર-ગેમપર્થ શહેર ઑસ્ટ્રેલિયાના બાકીના ભાગો કરતાં આટલા કલાક પાછળ છે, પરંતુ આ સિટીની ફાસ્ટ વિકેટ ગઈ કાલે મોટી સંખ્યામાં વિકેટ અપાવનારી બની હતી. ગઈ કાલે ૮૫ ઓવરની અંદર ૨૫૭ રનમાં ૧૨ વિકેટ પડી હતીપર્થની ટેસ્ટમાં ફર્સ્ટ બૅટિંગ કરનાર ટીમ ૩૦૦ રન પણ ન બનાવી શકી હોય એવું સતત આટલામી વખત બન્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમ ૧૬૧ રને અને એ અગાઉ ૨૦૧૦માં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયન ટીમ ૨૬૮મા રને ઑલઆઉટ થઈ હતીસાઉથ આફ્રિકાએ ગઈ કાલે એક તબક્કે આટલી વિકેટ માત્ર ૧૪ રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ સાતમા નંબરે આવેલો ફૅફ ડુ પ્લેસી છેક સુધી ક્રીઝ પર ટકી રહ્યો હતોએ. બી. ડિવિલિયર્સે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હોય એવી આટલી ટેસ્ટમાં તેની બૅટિંગઍવરેજ માત્ર ૨૯.૨૩ છે, જ્યારે કીપર ન હોય એવી મૅચોમાં ૫૦.૪૨ની છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK