Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એટીપી અવૉર્ડ્સ ૨૦૨૦: સતત ૧૮મા વર્ષે રૉજર ફેડરર સૌથી લોકપ્રિય ખેલાડી

એટીપી અવૉર્ડ્સ ૨૦૨૦: સતત ૧૮મા વર્ષે રૉજર ફેડરર સૌથી લોકપ્રિય ખેલાડી

23 December, 2020 02:39 PM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એટીપી અવૉર્ડ્સ ૨૦૨૦: સતત ૧૮મા વર્ષે રૉજર ફેડરર સૌથી લોકપ્રિય ખેલાડી

રૉજર ફેડરર

રૉજર ફેડરર


૨૦૨૦ના વર્ષ માટે એટીપીના સર્વોચ્ચ પુરસ્કારમાં નોવાક જોકોવિચ, રાફેલ નડાલ, રૉજર ફેડરર અને ફ્રાન્સિસ ટિયાફો સહિત અનેક ટેનિસ ખેલાડીઓએ બાજી મારી છે. આ વર્ષે માત્ર ૬ સિંગલ સ્પર્ધામાં ભાગ લેનાર રૉજર ફેડરર ટેનિસના ચાહકોમાં સૌથી લોકપ્રિય ખેલાડી રહ્યો હતો. તેને સતત ૧૮મા વર્ષે આ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જોકોવિચ પૅટ સેમ્પ્રસના રેકૉર્ડની બરાબરી કરતાં છઠ્ઠી વખત વર્ષના અંતે  નંબરવ-ન ખેલાડી રહ્યો હતો. આ વર્ષે તેણે પોતાનું આઠમું ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતીને કુલ ચાર ટાઇટલ પોતાના નામે કર્યાં હતાં.

બીજી તરફ આ વર્ષે ૧૩મી ફ્રેન્ચ ઓપન ટ્રોફી જીતનાર રાફેલ નડાલને સતત ત્રીજી વાર અને કુલ ચોથી વખત સ્ટીફન એડબર્ગ સ્પોર્ટ્સમૅનશિપ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.



યુએસ ઓપન ચૅમ્પિયન મૅટ પાવિક અને બ્રુનો સોરસની જોડી ડબલ્સ કૅટેગરીમાં નંબર-વન રહી છે.


મોસ્ટ ઇમ્પ્રૂવ્ડ ખેલાડીનો અવૉર્ડ રશિયાના ઍન્દ્રે રુબલેવ જીત્યો હતો. રુબલેવે આ વર્ષે શાનદાર પર્ફોર્મ કરતાં પાંચ ટાઇટલ જીતીને ૨૩મા નંબરેથી કરીઅર-બેસ્ટ આઠમા નંબરે છલાંગ મારી છે.

પોતાના સામાજિક કામકાજને લીધે અમેરિકન ફ્રાન્સિસ ટિયાફોને આર્થર ઍશ હ્યુમેનિટેરિયન અવૉર્ડ આપવામાં આવ્યો હતો. કોરોનાકાળમાં લોકોની મદદ માટે ભંડોળ ઊભું કરવાથી માંડીને જ્યૉર્જ ફ્લોયડના નિધન પર બ્લૅક ટેનિસ કૉમ્યુનિટીને એકત્ર કરવા સુધીનાં અનેક સામાજિક કામ તેણે કર્યાં હતાં.


બેસ્ટ ન્યુકમર ઑફ યરની ટ્રોફી સ્પેનના કાર્લોસ અલ્કારઝે‍ જીતી લીધી હતી. ૧૭ વર્ષનો અલ્કારઝ આ વર્ષે ૩ ચૅલેન્જર્સ ટાઇટલ્સ જીત્યો હતો.

૨૦૧૯માં પીઠની સર્જરી કરાવીને આ વર્ષે ટેનિસમાં કમબૅક કરનાર વાસેક પોસ્પિસિલને કમબૅક પ્લેયર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ૨૦૧૯માં ૧૫૦મા ક્રમાંકે ગબડી જનારા આ કૅનેડિયન પ્લેયરે આ વર્ષે કમાલનું કમબૅક કરતાં બે એટીપી ફાઇનલમાં પ્રવેશ કરીને વર્ષના અંતે ૬૧મો ક્રમ હાંસલ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 02:39 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK