આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલના વડપણ હેઠળ મળેલી કૅબિનેટે ૨૧ વર્ષની દોડવીર હિમાદાસને આસામ પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ડીએસપી)ના પદે નિયુક્ત કરવામાં આવી છે. આસામના તેના ઢિંગ નામના ગામને લીધે ‘ઢિંગ એક્સપ્રેસ’ના નામે ઓળખાતી હિમા દાસની આ નિયુક્તિ બદલ મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને જાહેરાત કરી હતી. કેન્દ્રીય ખેલપ્રધાન કિરેન રિજિજુએ પણ હિમાની આ સફળતા પર તેને શુભેચ્છા પાઠવી હતી અને સોનોવાલનો આભાર માન્યો હતો.
આ બહુમાન બદલ આભાર વ્યક્ત કરતાં ૨૦૧૮માં અર્જુન અવૉર્ડવિજેતા હિમાએ કહ્યું હતું કે ‘હું આસામ પોલીસમાં ડીએસપી તરીકેની મારી નિમણૂક કરવા બદલ કિરેન રિજિજુ સર અને સર્બાનંદ સોનોવાલ સરનો આભાર માનું છું. મારા માટે આ ઘણી પ્રેરણાત્મક વાત છે. હું મારા રાજ્ય અને દેશની સેવા કરવા તૈયાર છું. જય હિન્દ.’
હિમા દાસ હાલ ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય કરવાના લક્ષ્યથી એનઆઇએસ-પટિયાલા ખાતે તનતોડ મહેનત કરી રહી છે. હિમાની ડીએસપી તરીકેની નિમણૂક બાદ કેન્દ્રીય ખેલપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે હિમા ડીએસપીના પદે રહેવાની સાથે પોતાની રનિંગ યથાવત્ રાખી શકશે.
આઇએએએફ વર્લ્ડ અન્ડર-૨૦ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર હિમા ભારતની પહેલી મહિલા રનર છે.
હિમાની કહાની પણ જબરી દિલચસ્પ છે. આસામના એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલી હિમા એક સમયે શૂઝ ખરીદવાનું વિચારી પણ શકતી નહોતી. હિમા નાનપણમાં ખેતરમાં પિતા સાથે ફુરસદના સમયે ફુટબૉલ રમતી હતી અને સ્કૂલના પીટીના ટીચરે તેને જોઈને રનર બનવાની સલાહ આપી હતી.
દ્રોણાચાર્ય એવૉર્ડનું સન્માન મળે તે પહેલાં જ એથલેએટિક્સ કોચ પુરુષોત્તમ રાયનું નિધન
29th August, 2020 14:20 ISTખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ થઈ હિમા દાસ
17th June, 2020 11:35 ISTહિના દાસે એક મહિનામાં 5 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો
21st July, 2019 23:18 ISTએશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં દુતી ચંદે પોતાનો જ રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો
21st April, 2019 19:57 IST