માંકડેડ કરવાનું ખોટું છે એવું પૉન્ટિંગ નથી કહેતો : અશ્વિન

Published: Sep 04, 2020, 15:11 IST | IANS | Dubai

દિલ્હી કૅપિટલ્સ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં તેમના કોચ રિકી પૉન્ટિંગ સાથે માંકડ-સ્ટાઇલ વિશે કરેલી વાતચીત જણાવી હતી.

સ્પિનર રવિચંદ્રન અશ્વિન
સ્પિનર રવિચંદ્રન અશ્વિન

દિલ્હી કૅપિટલ્સ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં તેમના કોચ રિકી પૉન્ટિંગ સાથે માંકડ-સ્ટાઇલ વિશે કરેલી વાતચીત જણાવી હતી. જોકે આ મુદ્દે અશ્વિન સાથે વાત કરવાની પૉન્ટિંગે કેટલાક સમય પહેલાં જાણકારી આપી હતી. આ બન્ને પ્લેયર એ વાત પર સહમત થયા કે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલો પ્લેયર બૉલ નાખતાં પહેલાં ક્રીઝ ન છોડી શકે અને જો તે એમ કરે તો માંકડેડ પ્રમાણે તેને આઉટ કરી શકાય છે.
રિકી પૉન્ટિંગ સાથે થયેલી વાતચીત જાહેર કરતાં રવિચંદ્રન અશ્વિને કહ્યું કે ‘રિકી પૉન્ટિંગે મને કહ્યું કે તે મારી વાત સાથે સહમત છે. તેઓ એમ નથી કહેતા કે મારી વાત ખોટી છે. ગેમના નિયમમાં આ વાત લખેલી છે અને એ નિયમ પ્રમાણે આઉટ કરી શકાય છે. મારા ખ્યાલથી આપણે એનો વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ. સાથે-સાથે આપણે એ પણ જોવું જોઈએ કે બૅટ્સમૅન કોઈ પણ પ્રકારની ચીટિંગ ન કરે. જો પ્લેયર આવું કરે તો એ એક પ્રકારની ચીટિંગ છે. તેમણે મને મારી બોલિંગ દ્વારા બેસ્ટ પર્ફોર્મન્સ આપી બૅટ્સમૅન પર દબાણ મૂકવા કહ્યું હતું. મારા ખ્યાલથી એ જ યોગ્ય રહેશે.’
રિકી પૉન્ટિંગના આ વિચારોને સ્વીકારતાં અશ્વિને કહ્યું કે ‘હું નથી ઇચ્છતો કે બૅટ્સમૅન ક્રીઝ છોડીને પહેલેથી ભાગે, કેમ કે એ ખૂબ જ મોટો ઍડ્વાન્ટેજ છે. હું પોતે જુનિયર કૅટેગરીમાં એક બૅટ્સમૅન રહી ચૂક્યો છું અને મને એ વાતનો અંદાજ પણ છે કે એનાથી કેટલો ફાયદો મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK