અશ્વિન અને રહાણેના એક્સપિરિયન્સમાંથી દિલ્હી કૅપિટલ્સને ઘણો ફાયદો થશે : રિકી પૉન્ટિંગ

Published: Sep 03, 2020, 16:33 IST | IANS | Dubai

છેલ્લી ૧૨ સીઝનથી આ ફ્રૅન્ચાઇઝી એક પણ વાર ટાઇટલ નથી જીતી અને આ સીઝનમાં તેઓ આ બે પ્લેયરનો લાભ લેશે.

અજિંક્ય રાહણે
અજિંક્ય રાહણે

દિલ્હી કૅપિટલ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગનું કહેવું છે કે રવીચંદ્રન અશ્વિન અને અજિંક્ય રહાણેના એક્સપિરિયન્સથી ટીમને ઘણો ફાયદો થશે. છેલ્લી ૧૨ સીઝનથી આ ફ્રૅન્ચાઇઝી એક પણ વાર ટાઇટલ નથી જીતી અને આ સીઝનમાં તેઓ આ બે પ્લેયરનો લાભ લેશે.

ashwin

તેમના વિશે વાત કરતાં પૉન્ટિંગે કહ્યું હતું કે ‘બન્ને એકદમ ક્લાસ પ્લેયર છે અને તેઓ ખૂબ જ લાંબો સમય ઇન્ડિયા માટે રમ્યા છે. આઇપીએલના ઇતિહાસમાં અશ્વિન ખૂબ જ સફળ સ્પિનર રહ્યો છે અને રહાણેએ રાજસ્થાનમાં ખૂબ જ સારું યોગદાન આપ્યું છે. તેમની સ્કિલ, ક્લાસ અને એક્સપિરિયન્સનો ટીમમાં ઉમેરો થયો છે. ટી20 ક્રિકેટમાં અનુભવ કેટલો જરૂરી છે એ આપણે જાણીએ છીએ અને અમે એ સમજીએ છીએ. અમને શ્રેયસ તરીકે યુવાન કૅપ્ટન મળ્યો છે, પરંતુ આ મોસ્ટ એક્સપિરિયન્સ પ્લેયરનો અમને ગ્રાઉન્ડ પર ખૂબ જ ફાયદો થશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK