ભારતીય ટીમના(Indian Cricket Team) પૂર્વ ફાસ્ટ બૉલર(Former Fast Baller) આશીષ નેહરા(Ashish Nehra) માને છે કે આ વર્ષના ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં મહેન્દ્ર સિંહ ધોની(M.S. Dhoni) વિશે ચર્ચા થઈ શકે છે પણ ટૂર્નામેન્ટ પૂર્વ ભારતીય કૅપ્ટન(Former Indian Captain)ની પસંદગી માટે ટ્રાયલ નહી થઈ શકે. ધોનીના નેતૃત્વમાં રમનારા નેહરાએ તે અંગે પોતાના વિચારો શૅર કર્યા અને કહ્યું કે, "ધોની પહેલા જ ભારત માટે પોતાની છેલ્લી મેચ રમી ચૂક્યો છે અને હવે તે મેદાનમાં ક્યારેય પાછાં નહીં આવે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે અને ગયા વર્ષે વિશ્વ કપ પછી સીમિત ઓવરના ફૉર્મેટમાં ભારત માટે નથી રમ્યો. તેનું કમબૅક આગામી આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ(CSK) સાથે થવાની આશા છે જેનું આયોજન 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થશે."
'IPLથી ધોનીના કદ કે તેમની ખ્યાતિ પર કોઇ અસર નહીં પડે...'
નેહરાએ સ્ટાર સ્પોર્ટ્સના શૉ 'ક્રિકેટ કનેક્ટેડ'માં કહ્યું કે મારી માટે એમએસ ધોનીની રમત ક્યારેય ડાઉનવર્ડ થઈ નહોતી. ભારત માટે 17 ટેસ્ટ અને 120 વનડે રમનારા 41 વર્ષના નેહરાએ કહ્યું કે તે જાણે છે કે ટીમની આગેવાની કેવી રીતે કરવામાં આવવી જોઇએ, તે જાણે છે કે યુવાનોને કેવી રીતે આગળ વધારવામાં આવે અને આ વસ્તુઓ મારે વારંવાર કહેવાની જરૂર નથી પણ મને લાગે છે કે આ આઇપીએલમાં ખેલાડી તરીકે રમવાથી એમએસ ધોનીના કદ કે ખ્યાતિમાં કોઇ ફેર નહીં પડે.
'ધોની કોઇપણ કૅપ્ટનની પહેલી પસંદગી હશે'
તેણે કહ્યું કે મને નતી લાગતું કે આઇપીએલ જેવી ટૂર્નામેન્ટ એમએસ ધોનીની પસંદગીનું માપદંડ હોવું જોઇએ, આ કદાચ ફક્ત વાત કરવાનો મુદ્દો છે. નેહરાએ કહ્યું કે કોઇપણ કૅપ્ટનની પહેલી પસંદગી ધોની હશે, જો તે અવેલેબલ હશે તો. તેણે કહ્યું કે જ્યાં સુધી એમએસ ધોનીના આંતરરાષ્ટ્રીય કરિઅરનો સવાલ છે, તમે કોચ છો અને એમ એસ ધોની રમવા માટે તૈયાર છે તો તે સૂચિમાં મારા પ્રમાણે સૌથી પહેલા ખેલાડી હશે.
જગતની પહેલવહેલી TEN10 ક્રિકેટ-ટુર્નામેન્ટની લાગલગાટ તેરમી સીઝન
23rd January, 2021 12:17 IST૧૮ ફેબ્રુઆરીએ થઈ શકે છે આઇપીએલનું ઑક્શન
23rd January, 2021 12:02 ISTસ્ટોક્સ, ઍન્ડરસન અને આર્ચર ભારત આવી રહ્યા છે
23rd January, 2021 11:55 IST18 ફેબ્રુઆરીએ થઈ શકે છે IPL 2021નું ઑક્શન, BCCIએ આપી જાણકારી
23rd January, 2021 08:40 IST