IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં નેપોટીઝમ?

Published: Sep 15, 2020, 19:27 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

IPL 2020નો ખિતાબ જીતવા માટે દરેક ટીમ મહેનત કરી રહી છે. UAEમાં દરેક ટીમ નેટ પ્રેક્ટિસ કરતા ફોટોઝ અને વીડિયો શૅર કરી રહ્યા છે. આવામાં એક નામ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

IPL 2020નો ખિતાબ જીતવા માટે દરેક ટીમ મહેનત કરી રહી છે. UAEમાં દરેક ટીમ નેટ પ્રેક્ટિસ કરતા ફોટોઝ અને વીડિયો શૅર કરી રહ્યા છે. આવામાં એક નામ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોમવારે મુંબઈ ઈન્ડિયન્સના યુવા લેગ સ્પિનર રાહુલ ચાહરે અર્જુન અને તેના ટીમમેટ્સની સાથે પૂલ સેશનનો એક ફોટો ટ્વીટર ઉપર પોસ્ટ કર્યો હતો. જોકે ફેન્સને આ ફોટો ગમ્યો નહીં. મુંબઈના કાફલામાં અર્જુનનો ફોટો જોઈને ફેન્સ ભડકી ગયા છે અને તેની હાજરીને ‘નેપોટીઝમ’ ગણાવ્યું છે.

આ ફોટામાં રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ સહિત મુંબઈના અમૂક પ્લેયર્સ અને સપોર્ટિંગ સ્ટાફ છે જેમાં અર્જુન પણ આ લોકો સાથે મજા માણી રહ્યો છે. રાહુલ ચહરે કૅપ્શન આપી કે, સારા મૂડ માટે તમે ફક્ત એક સ્વિમ દૂર છો.

ઘણા ફેન્સે આ ફોટાના વખાણ કરવાની બદલે અર્જુનની હાજરીને લઈને પ્રશ્ન કર્યો છે. એક જણે લખ્યું કે, નેપોટીઝમ પીક ઉપર છે.

જ્યારે એક યુઝરે મજાક ઉડાવતા કહ્યું કે, આ કઈ નેપોટીઝમ નથી. અર્જુન તેંડુલકર એ વિરાટ કોહલી કરતા સારો બોલર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK