મહાન ફૂટબોલર ડિએગો મેરાડોના (Diego Maradona)નું 60 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે.
આર્જેન્ટિનાના સ્થાનીય મીડિયાએ આપેલી માહિતી મુજબ, આ ખેલાડીને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવ્યો હતો. બે અઠવાડિયા પહેલાં જ તેઓને મગજમાં ગાંઠને કારણે સર્જરી કરાવવી પડી હતી. મેરાડોના સર્વકાલિક મહાન ફૂટબોલર કહેવાય છે. તેમણે આર્જેન્ટિનાના 1986 ફૂટબોલ વર્લ્ડ કપ જીતવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમનું કેરિયર પણ શાનદાર રહ્યું હતું.
La Asociación del Fútbol Argentino, a través de su Presidente Claudio Tapia, manifiesta su más profundo dolor por el fallecimiento de nuestra leyenda, Diego Armando Maradona.
— AFA (@afa) November 25, 2020
Siempre estarás en nuestros corazones 💙 pic.twitter.com/xh6DdfCFed
ડ્રગ્સ અને દારૂના કારણે ડિએગો ખુબ વિવાદમાં પણ રહ્યા હતા. મેરાડોનાએ બોકા જુનિયર્સ, નેપોલી અને બાર્સેલોના ઉપરાંત અનેક ક્લબ માટે રમી ચૂક્યા હતા. મેરાડોનાએ ઈંગ્લેન્ડની સામે 1986ના ટુર્નામેન્ટમાં હેડ ઓફ ગોડ માટે યાદ કરવામાં આવ્યા છે. 1976માં ફૂટબોલની દુનિયામાં તેઓએ પગ મૂક્યો હતો. એક દશક બાદ તેમણે સુકાની પદમાં આર્જેન્ટિનાએ 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો. આ દરમિયાન તેમણે ફૂટબોલના ઈતિહાસના બે યાદગાર ગોલ પણ કર્યા હતા.
Hasta siempre, Diego.
— Selección Argentina 🇦🇷 (@Argentina) November 25, 2020
Serás #Eterno en cada corazón del planeta fútbol. pic.twitter.com/jcsGP3GlNI
આર્જેન્ટિના ફૂટબોલ એસોસિયેશને શોક વ્યક્ત કરતાં કહ્યું કે, અમારા લિજેન્ડના નિધનથી અને શોકમાં ડૂબેલાં છે. તમે હંમેશા અમારા દિલોમાં રહેશો. આર્જેન્ટિના તરફથી રમતાં મેરાડોનાએ 91 મેચોમાં 34 ગોલ કર્યા હતા. આર્જેન્ટિના તરફથી મેરાડોનાએ ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.
બાર્સેલોના વતી લા લીગામાં ૫૦૦ મૅચ રમીને મેસીએ ઇતિહાસ રચ્યો
5th January, 2021 15:31 ISTતામિલનાડુની બેકરીએ બનાવી લેજન્ડ ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક
28th December, 2020 08:19 ISTમેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન
26th December, 2020 08:27 IST૬૪૩ ગોલ સાથે મેસીએ કરી પેલેના રેકૉર્ડની બરોબરી
21st December, 2020 14:01 IST