સંજુ સૅમસનના પપ્પાને મળી દંગલના આમિર ખાન જેવી સજા

Published: Jan 14, 2017, 07:24 IST

કેરળ ક્રિકેટ અસોસિએશનની અનુશાસન સમિતિએ મર્યાદા જાળવવાની કડક ચેતવણી સાથે સંજુ સૅમસનને માફી આપી હતી.


અસોસિએશનની અનુશાસન સમિતિ ગયા મહિને રણજી ટ્રોફીમાં બાવીસ વર્ષના ખેલાડી સંજુના આપત્તિજનક આચરણની તપાસ કરી રહી હતી. આ ચેતવણી ઉપરાંત અસોસિએશને સંજુના પપ્પાને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે તેઓ પોતાના દીકરા સાથે મેદાનમાં ન આવે અને ક્રિકેટના કોઈ મુદ્દે હસ્તક્ષેપ ન કરે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં રણજી ટ્રોફી મૅચ દરમ્યાન સંજુએ ઘણું ખરાબ વર્તન કર્યું હતું. વળી તેના પર એવો આરોપ પણ હતો કે તે ટીમ સાથે હોટેલમાં નહોતો રોકાયો. કેરળ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ સાથે સંજુના પપ્પા દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનને કારણે આ સમગ્ર પ્રકરણને વધુ ગંભીર બનાવી દીધું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK