ગાવસ્કરે કોહલીના ખરાબ પ્રદર્શન માટે લીધું અનુષ્કાનું નામ, મળ્યો આ જવાબ

Published: 25th September, 2020 16:59 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અનુષ્કા શર્માએ સુનીલ ગાવસ્કરના કોમેન્ટ પર જવાબ આપ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કાએ આ રીતે આપ્યો સુનીલ ગાવસ્કરને જવાબ
અનુષ્કાએ આ રીતે આપ્યો સુનીલ ગાવસ્કરને જવાબ

આઇપીએલ (IPL)માં ગયા ગુરુવારે વિરાટ (Virat Kohli) કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ રૉયલ (Royal Challengers Bangalore) ચેલેન્જર્સ બૅંગલૉર અને કેએલ (K. L. Rahul) રાહુલની ટીમ કિંગ્સ (Kings XI Punjab) ઇલેવન પંજાબ વચ્ચે મેચ થઈ. આ મેચ રાહુલ માટે તો બેસ્ટ રહી. પણ કોહલી માટે ખાસ નહોતી. તેણે ફિલ્ડિંગમાં કેટલાય કૅચ છોડ્યા તો બૅટિંગમાં પણ જલ્દી આઉટ થઈ ગયો. પણ આ દરમિયાન કોમેન્ટ્રી કરતા ભારતના પૂર્વ કૅપ્ટન સુનીલ (Sunil Gavaskar) ગાવસ્કર અનુષ્કા (Anushka Sharma) શર્માનું નામ લેતા વિરાટ (Virat Kohli) કોહલી પર નિશાનો સાધ્યો. હવે તેના પર અનુષ્કા (Anushka Sharma) શર્માએ રિએક્શન આપ્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે.

સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન વિરાટ કોહલીના ખરાબ પરફોર્મન્સને લઈને અનુષ્કા પર કટાક્ષ કર્યો હતો. હવે આ સંબંધે અનુષ્કા શર્માએ એક પોસ્ટ લખી છે. તેણે લખ્યું છે કે, "મિસ્ટર ગાવસ્કર તમારી આ કોમેન્ટ સારી ન લાગી. હું તમને જવાબ આપવા માગું છું. તમે મારા પતિ પર કટાક્ષ સાથે મારું નામ લીધું. હું જાણું છું કે તમે વર્ષોતી ક્રિકેટરની પર્સનલ લાઇફનું સન્માન કરો છો. તમાને નથી લાગતું કે અમે પણ આના હકદાર છીએ."

અનુષ્કા શર્માએ આગળ લખ્યું, "તમે કોઇપણ શબ્દો દ્વારા મારા પતિના પરફૉર્મન્સ પર નિશાનો સાધી શકતા હતા, પણ તમે મારું નામ ઘસીટ્યું શું આ યોગ્ય છે? આ 2020 વર્ષ ચાલી રહ્યું છે પણ મારી માટે આજે પણ વસ્તુઓ સારી નથી થઈ। મને હંમેશાં કોમેન્ટ્રી સમયે ક્રિકેટમાં વચ્ચે ખેંચી લેવામાં આવે છે. હું તમારું ખૂબ જ સન્માન કરું છું. તમે આ ગેમના લેજેન્ડ છો. હું તમને ફક્ત કહેવા માગું છું કે તમે એ સમજી શકો છો કે જ્યારે તમેમારું નામ લીધું તો મને કેવું લાગ્યું હશે."

Anushka Sharma Post

અનુષ્કા શર્માએ આ રીતે સુનીલ ગાવસ્કરને જવાબ આપ્યો છે. જણાવવાનું કે ગાવસ્કરના કોમેન્ટ પછી સોશિયલ મીડિયા પર તેમને કૉમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માગ કરવામાં આવી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK