Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અંકિતા રૈના ફરી ચૂકી ગઈ ઇતિહાસ રચવાથી

અંકિતા રૈના ફરી ચૂકી ગઈ ઇતિહાસ રચવાથી

14 January, 2021 12:40 PM IST | Melbourne
Agencies

અંકિતા રૈના ફરી ચૂકી ગઈ ઇતિહાસ રચવાથી

અંકિતા રૈના

અંકિતા રૈના


ભારતની ટૉપ રૅન્ક મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના ફરી ગ્રૅન્ડ સ્લૅમમાં મહિલા સિંગલ્સના મેઇન ડ્રૉમાં પ્રવેશીને ઇતિહાસ રચવાથી ફરી ચૂકી ગઈ હતી. અંકિતા ગઈ કાલે દુબઈમાં ચાલી રહેલા ઑસ્ટ્રેલિયન ઓપન ક્વૉલિફાયર્સના ત્રીજા અને ફાઇનલ રાઉન્ડમાં સર્બિયાની હરીફ ઓલ્ગા ડૅનિલોવિક સામે ૨-૬, ૬-૩, ૧-૬થી હારી ગઈ હતી. ગ્રૅન્ડ સ્લૅમના સિંગલ્સના મેઇન ડ્રૉમાં પ્રવેશવા માટે અંકિતાનો છઠ્ઠો પ્રયાસ હતો. જો ગઈ કાલે અંકિતા જીતી ગઈ હોત તો તે નિરુપમા વૈદ્યનાથન અને સાનિયા મિર્ઝા બાદ ગ્રૅન્ડ સ્લૅમના મહિલા સિંગલ્સના મેઇન ડ્રૉમાં પ્રવેશ મેળવનાર ત્રીજા મહિલા ખેલાડી બની જાત. અંકિતાની હાર સાથે હવે આ વર્ષના પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમના સિંગલ મુકાબલામાં સુમિત નાગલ જ ભારતનો એકમાત્ર ખેલાડી હશે. નાગલને આ વખતે ઑસ્ટ્રેલિયન ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.

 



 


 


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 12:40 PM IST | Melbourne | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK