અનિલ કુંબલે: IPLમાં ભારતીય કોચ વધુ હોવા જોઈએ

Updated: Sep 09, 2020, 15:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં એકમાત્ર ઈન્ડિયન હેડ કોચ અનિલ કુંબલેનું માનવું છે કે આ ટુર્નામેન્ટમાં ભારતીય કોચ વધુ હોવા જોઈએ. આઈપીએલની સાત ટીમના કોચ ફોરેનના છે

અનિલ કુંબલે
અનિલ કુંબલે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં એકમાત્ર ઈન્ડિયન હેડ કોચ અનિલ કુંબલેનું માનવું છે કે આ ટુર્નામેન્ટમાં ભારતીય કોચ વધુ હોવા જોઈએ. આઈપીએલની સાત ટીમના કોચ ફોરેનના છે.

દિલ્હી કૅપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ, કેકેઆરના બ્રેન્ડન મેકલમ, સીએસકેના સ્ટીફન ફ્લેમિંગ, મુંબઈ ઈન્ડિયન્સના મહિલા જયવર્દને, સનરાઈઝર્સના ટ્રેવર બેયલીસ, આરસીબીના સાયમન કેટીચ અને રાજસ્થાન રૉયલ્સના કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ છે.

કિંગ્સ ઈલેવન પંજાબના હેડ કોચ અનિલ કુંબલેએ કહ્યું કે, ‘આઈપીએલમાં હું વધુ ભારતીય કોચ જોવા માગુ છું. ભારતીય સ્રોતનું આ ખરું પ્રતિબિંબ નથી. ઘણા ભારતીય આઈપીએલમાં હેડ કોચ તરીકે જોડાઈ શકે છે. હેડ કોચ તરીકે આઈપીએલમાં એક જ ભારતીય છે. એક સમય પછી વધુ ભારતીય કોચ હોવા જોઈએ એવુ મારુ માનવુ છે.’ તેમણે ઉમેર્યું કે, ટીમના પ્લેયર્સ માનસિક અને શારીરીક રીતે સ્વસ્થ્ય છે.

પંજાબની ટીમ હજી સુધી એક પણ આઈપીએલ ટુર્નામેન્ટ જીતી નથી. ક્રિસ ગેઈલ માટે કુંબલેએ કહ્યું કે, ગેઈલ આ ટુર્નામેન્ટમાં મેચ રમશે. આ સીઝનમાં આક્રમક બેટિંગની સાથે તે લીડરશીપ ગ્રુપમાં મેન્ટરની ભૂમિકા ભજવશે.

પંજાબની ટીમમાં અન્ય ફોરેન પ્લેયર્સમાં ગ્લેન મેક્સવેલ, ક્રિસ જોર્ડન, જીમી નિશમ, નિકોલસ પુરન, મુજીબ ઝરદાન, હાર્ડસ વીલીજોઈન અને શેલ્ડન કોટ્રલ છે. કુંબલેએ કહ્યું કે, શરૂઆતની અમૂક મેચ બાદ મને આઈડિયા આવશે કે કયા ફોરેન પ્લેયર્સનો ટીમમાં સમાવેશ કરવો. અમારી પાસે મેક્સવેલ જેવા ઑલરાઉન્ડર છે. દુબઈ આવ્યા બાદ હું આખી ટીમને મળ્યો, કોવિડ પરિસ્થિતિને લીધે અમે એકબીજાને વધુ સમય આપી શક્યા છીએ. સિનિયર્સ ઉપરાંત જુનિયર પ્લેયર્સને પણ સમજવાનો સમય મળ્યો છે. પંજાબી છોકરાઓ સાથે મે પંજાબીમાં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK