લૉઇડની જગ્યાએ અનિલ કુંબલે આઇસીસીની ક્રિકેટ કમિટીનો ચીફ

Published: 12th October, 2012 03:36 IST

સર્વાનુમતે વરણી થઈ : સ્ટ્રાઉસ પણ પૅનલનો મેમ્બરદુબઈ: આઇસીસીએ પોતાની ક્રિકેટ કમિટીના ચીફ તરીકે ક્લાઇવ લૉઇડની જગ્યાએ અનિલ કુંબલેની નિયુક્તિ કરી છે. કુંબલેના નૉમિનેશનના આઇસીસીના બોર્ડે સર્વાનુમતે સ્વીકારી લીધું હતું. તેના અધ્યક્ષસ્થાન હેઠળની પૅનલના બે મેમ્બરો માર્ક ટેલર અને આઇસીસીના સ્ટૅટિસ્ટિશ્યન ડૅવિન કેન્ડિક્સને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું છે, જ્યારે પૅનલમાંથી સ્વૈચ્છિક રીતે હોદ્દો છોડનાર ઇયાન બિશપે ઍન્ડ્રુ સ્ટ્રાઉસનું નામ સૂચવતાં આઇસીસીએ સ્ટ્રાઉસને નીમ્યો છે.

કુંબલેની થોડા દિવસ પહેલાંને ભારતીય ક્રિકેટ બોર્ડે ટેક્નિકલ કમિટીનો ચીફ બનાવ્યો હતો.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK