કુંબલે અને લક્ષ્મણને આશા છે કે આ વર્ષે આઇપીએલ રમાશે

Published: May 29, 2020, 20:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

૯ માર્ચથી આઇપીએલ રમાવાની હતી, પણ કોરોના વાઇરસને કારણે એ શક્ય બન્યું નહોતું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને લાગે છે કે આ વર્ષે આઇપીએલની સીઝન રમાશે. આઇપીએલ માટે આશાવાદી અભિગમ રાખતાં અનિલ કુંબલેએ કહ્યું કે ‘હા, અમે આશાવાદી છીએ. અમે આશા રાખીએ છીએ કે જો શક્ય થયું તો આઇપીએલ જરૂરથી રમાશે. શક્ય થયું તો કેટલાંક સ્ટેડિયમમાં મૅચ દર્શકો વિના પણ રમાઈ શકશે. નસીબથી ત્રણ-ચાર એવાં સ્ટેડિયમ આપણી પાસે છે માટે અમે આઇપીએલને લઈને આશાવાદી છીએ.’

૯ માર્ચથી આઇપીએલ રમાવાની હતી, પણ કોરોના વાઇરસને કારણે એ શક્ય બન્યું નહોતું. અનિલ કુંબલેના સૂરમાં સૂર પુરાવતાં વીવીએસ લક્ષ્મણે કહ્યું કે ‘હું એની વાત સાથે સહમત છું. અનિલે કહ્યું કે એક જ જગ્યાએ તમારી પાસે ત્રણ-ચાર સ્ટેડિયમ હોવાં જોઈએ. હું પણ માનું છું કે એ વસ્તુ હોવી યોગ્ય છે, કારણ કે ટ્રાવેલિંગનો પણ મુદ્દો ગંભીર છે. ઍરપોર્ટ પર તમને કેવા લોકો મળે એ તમને ખબર નથી માટે હું આશાવાદી છું કે ફ્રૅન્ચાઇઝી અને બીસીસીઆઇ આ વિષય પર ધ્યાન આપશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK