લોકેશ રાહુલનાં વખાણ કરતાં અનિલ કુંબલેએ કહ્યું...

Published: Sep 06, 2020, 11:08 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

એ ઘણો રિલૅક્સ અને મૅચ્યોર, ટીમને સારી રીતે સમજે પણ છે

અનિલ કુંબલે
અનિલ કુંબલે

ઇન્ડિયન પ્રીમિયર લીગની કિંગ્સ ઇલેવન પંજાબના હેડ કોચ અનિલ કુંબલેનું માનવું છે કે ટીમનો કૅપ્ટન લોકેશ રાહુલ સારો લીડર છે. ગયા વર્ષે ટીમને લીડ કરનાર કૅપ્ટન રવિચંદ્રન અશ્વિન આ વર્ષે દિલ્હી કૅપિટલ્સ વતી રમતો જોવા મળશે. લોકેશનાં વખાણ કરતાં કુંબલેએ કહ્યું કે ‘તે ઘણો રિલૅક્સ અને મૅચ્યોર છે. હું તેને લાંબા સમયથી ઓળખું છું. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમવાનો તેની પાસે સારો એવો અનુભવ છે અને છેલ્લાં કેટલાંક વર્ષથી તે કિંગ્સ ઇલેવનનો મહત્ત્વનો પ્લેયર બની રહ્યો છે. તે પોતે ટીમને સારી રીતે ઓળખે છે. એક બૅટ્સમૅન, વિકેટકીપર અને કપ્તાન તરીકે તે એક સારો પ્લેયર છે. યુએઈમાં રમવાની વાત કરું તો અહીં આવીને ઘણું સારું લાગી રહ્યું છે અને થોડું અજીબ પણ લાગી રહ્યું છે. અહીંનું ગ્રાઉન્ડ અને આઉટડોર સારાં છે. અમારી ટીમની સ્ક્વૉડ ઘણી સારી છે અને આ સીઝન અમારા માટે સારી રહે એવી ધારણા હું રાખું છું. અમારી ટીમ આઇપીએલ માટે સારી એવી તૈયારી કરી રહી છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK