મરેનું ફાઇ‍વ સેટર જીતીને ઍપિક કમબૅક

Published: Sep 03, 2020, 16:20 IST | IANS | New York

ઍન્ડી મરેએ ૧૮ મહિના બાદ પાંચ-સેટમાંની મેચ જીતીને અદ્ભુત કમબૅક કર્યું છે.

એન્ડી મરે
એન્ડી મરે

ઍન્ડી મરેએ ૧૮ મહિના બાદ પાંચ-સેટમાંની મેચ જીતીને અદ્ભુત કમબૅક કર્યું છે. ઍન્ડી મરેને ખભાની ઇન્જરી થઈ હતી અને ત્યાર બાદ કોરોના વાઇરસને કારણે લૉકડાઉન હતું. આથી ૧૮ મહિના બાદ ઍન્ડી મરેએ યુએસ ઓપનમાં કમબૅક કર્યું હતું. તેની પહેલી મૅચ જપાનના યોશિહિતો નિશિઓકા સામે હતી. ૪-૬, ૪-૬, ૭-૬ (૭/૫), ૭-૬ (૭/૪), ૬-૪ દ્વારા મરેએ જીત મેળવી હતી. આ મૅચ ૪ કલાક અને ૩૮ મિનિટ સુધી ચાલી હતી. ટ્રાય બ્રેકર બાદ મરે ખૂબ જ અગ્રેસિવ રમ્યો હતો અને નિશિઓકાને તેણે બૅકફુટ પર રમવા મજબૂર કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK