Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન લંડન ઓલિમ્પિક્સ મસાલ લઈ દોડ્યા

અમિતાભ બચ્ચન લંડન ઓલિમ્પિક્સ મસાલ લઈ દોડ્યા

26 July, 2012 10:21 AM IST |

અમિતાભ બચ્ચન લંડન ઓલિમ્પિક્સ મસાલ લઈ દોડ્યા

અમિતાભ બચ્ચન લંડન ઓલિમ્પિક્સ મસાલ લઈ દોડ્યા



amitabh-london-torchલંડન : તા, 26 જુલાઈ

 ટોર્ચ-રિલે માટેના નિર્ધારિત માર્ગ પર અગાઉથી જ મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ અમિતાભને ભારે ઉમળકાભેર આવકાર્યા હતા. અમિતાભે પણ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમિતાભ સફેદ ઝર્સી અને ટ્રેક પેન્ટમાં સજ્જ નજરે પડી રહ્યાં હતાં. ભારત તરફથી આ બહુમાન મેળવનાર કદાચ અમિતાભ પહેલા સુપરસ્ટાર છે.

આવતી કાલે છેલ્લે લંડનમાં  સાંજે નિર્ધારીત સમયે તેને ઓલિમ્પિક્સ સ્ટેડિયમમાં લાવવામાં આવશે. ત્યાર બાદ લંડન ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીનો શુભારંભ થશે. ગત વખતે બેઈજીંગ ઓલિમ્પિક્સની માફક લંડન ઓલિમ્પિક્સનો આ કાર્યક્રમ પણ ભવ્યાતિભવ્ય રહે તેવું માનવામાં આવી રહ્યું છે. આજે યોજાનારા ઓલિમ્પિક્સના આ કાર્યક્રમનું દુનિયાભરના માધ્યમો મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે જેને કરોડો દર્શકો નિહાળશે.

amitabh-london-torch1લંડન ઓલિમ્પિક્સના આયોજકો તરફથી બે દિવસ અગાઉ જ બીગ બીને ટોર્ચ-રિલેમાં સામેલ થવાનું ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેને અમિતાભે હર્ષભેર સ્વિકાર્યું હતું અને ટોર્ચ-રિલેમાં ભાગ લેવા તેઓ લંડન પહોચી ગયા હતાં.



ઉલ્લેખનીય છે કે આ ઓલિમ્પિક્સ મસાલ 70 દિવસની દુનિયાના દેશોમાં ફેરવવામાં આવી રહી છે. જેને 10 મે ના રોજ પ્રાચિન ઓલિમ્પિક્સ ગેમ્સના જન્મસ્થળ સમા માનવામાં આવતા ઓલિમ્પિયામાં કાચનો ઉપયોગ કરીને સૂર્યના કિરણો દ્વારા પ્રજ્વલિત કરવામાં આવી હતી. આવતી કાલથી  લંડન ખાતે ઓલિમ્પિક્સનો ભવ્ય ઓપનિંગ સેરેમનીનો શુભારંભ થશે. જે 12 ઓગષ્ટ સુધી ચાલશે. આ મેગા ઈવેન્ટમાં દુનિયાના 200થી પણ વધારેના 15500 જેટલા રમતવીરો ભાગ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2012 10:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK