ઑલિમ્પિક ક્વૉલિફાયર્સની યાદીમાં અમિત પંઘલ નંબર-વન

Published: Feb 14, 2020, 15:42 IST | Mumbai Desk

થોડા સમય અગાઉ પંઘલે આશા વ્યક્ત કરી હતી કે ટોકયો ઑલિમ્પિક ગેમ્સમાં ઇન્ડિયાએ ઓછામાં ઓછા બે ગોલ્ડ મેડલ મેળવવા જોઈશે.

ઑલિમ્પિક ક્વૉલિફાયર્સની યાદીમાં અમિત પંઘલનો પહેલો નંબર આવ્યો છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં યોજાયેલી બાવન કિલોગ્રામની કૅટેગરીમાં અમિત પંઘલ સિલ્વર મેડલ જીત્યો હતો અને ત્યાર બાદ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)એ અમિતને ફર્સ્ટ રૅન્ક આપ્યો છે. આઇઓસીએ જાહેર કરેલી બૉક્સરની યાદીમાં અમિત ૪૨૦ પૉઇન્ટ્સ સાથે નંબર-વન છે. કોઈ ઇન્ડિયન પ્લેયર આ યાદીમાં ટૉપ નંબરે આવ્યો હોવાનો કિસ્સો ૧૦ વર્ષ પછી બન્યો છે. આ પહેલાં ૨૦૦૯માં વિજયેન્દ્ર સિંહ ૭૫ કિલોગ્રામની કૅટેગરીમાં નંબર-વન રહી ચૂક્યો હતો. થોડા સમય અગાઉ પંઘલે આશા વ્યક્ત કરી હતી કે ટોકયો ઑલિમ્પિક ગેમ્સમાં ઇન્ડિયાએ ઓછામાં ઓછા બે ગોલ્ડ મેડલ મેળવવા જોઈશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK