Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટન કુકનો હૅટ-ટ્રિક સાથે વિશ્વવિક્રમ

કૅપ્ટન કુકનો હૅટ-ટ્રિક સાથે વિશ્વવિક્રમ

19 November, 2012 07:25 AM IST |

કૅપ્ટન કુકનો હૅટ-ટ્રિક સાથે વિશ્વવિક્રમ

કૅપ્ટન કુકનો હૅટ-ટ્રિક સાથે વિશ્વવિક્રમ






અમદાવાદ : પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર સ્પોર્ટ્સ અને સ્ટાર ક્રિકેટ પર સવારે ૯.૩૦)માં શનિવારના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન મૅટ પ્રાયરે (૮૪ નૉટઆઉટ, ૧૯૦ બૉલ, ૧૦ ફોર) ફૉલો-ઑન પછી બીજા દાવમાં ભારતને જોરદાર લડત આપવાનો નર્ધિાર વ્યક્ત કયોર્ હતો અને એ તેણે ગઈ કાલે કૅપ્ટન ઍલસ્ટર કુક (૧૬૮ નૉટઆઉટ, ૩૪૧ બૉલ, ૨૦ ફોર) સાથેની છઠ્ઠી વિકેટ માટેની ૧૪૧ રનની ભાગીદારીથી સાબિત કરી આપ્યું હતું.


પ્રથમ દાવમાં ૩૩૦ રનની લીડ લેનાર ભારતે બીજા દાવમાં બૅટિંગ કરવી પડે એવી સ્થિતિ બન્ને બૅટ્સમેનોએ ઊભી કરી હતી. જોકે ગઈ કાલે પાંચ વિકેટે ૩૪૦ રન બનાવનાર ઇંગ્લિશમેનો માત્ર ૧૦ રનથી આગળ હતા એટલે આજે ભારતીય બોલરો તેમને વહેલા ઑલઆઉટ કરી દેશે તો ટાર્ગેટ બહુ નાનો મળતાં ભારત સિરીઝમાં ૧-૦થી આગળ થઈ જશે એની સંભાવના વધી જશે.


કુકની કૅપ્ટન તરીકેની આ ત્રીજી ટેસ્ટ છે અને આગલી બે મૅચની જેમ આમાં પણ સદી ફટકારીને તેણે સેન્ચુરિયન કૅપ્ટન તરીકેની હૅટ-ટ્રિક પૂરી કરી હતી. વધુ મહત્વની વાત એ છે કે ગઈ કાલ સુધી કોઈ પણ પ્લેયરે કૅપ્ટન તરીકેની પહેલી ત્રણેય ટેસ્ટમાં સદી નહોતી ફટકારી, પરંતુ કુકે એ કરી બતાવ્યું હતું. ૨૦૧૦માં તેણે બંગલા દેશ સામેની બન્ને ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી હતી અને એમાં સદી ફટકારી હતી. ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસે ટેસ્ટનું સુકાન છોડ્યા પછી ભારતના પ્રવાસ સાથે સત્તાવાર રીતે કુકને નેતૃત્વ સોંપવામાં આવ્યું છે અને કૅપ્ટન તરીકેની તેની આ ત્રીજી ટેસ્ટ છે.

કુક ૨૧ સદી સાથે ઇંગ્લૅન્ડના પ્લેયરોમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારાઓમાં બીજો છે. તે ઇંગ્લિશમેનોમાં હાઇએસ્ટ બાવીસ સદી ધરાવતા વૉલી હૅમન્ડ, કૉલિન કાઉડ્રી જ્યૉફ બૉયકૉટથી એક જ ડગલું પાછળ છે.

ભારતના સ્ટાર સ્પિનરો પરેશાન


શનિવારના બે સ્ટાર સ્પિનરો પ્રજ્ઞાન ઓઝા અને રવિચન્દ્રન અશ્વિનમાંથી ઓઝાને બીજા દાવમાં બે વિકેટ મળી હતી, જ્યારે અશ્વિન ૧૦૪ રનમાં વિકેટ નહોતો લઈ શક્યો. બન્નેના પફોર્ર્મન્સનો સરવાળો કરીએ તો તેમને ૮૫ ઓવરમાં બે સફળતા મળી હતી.

નાનીના અવસાનને લીધે ગંભીર દિલ્હીમાં

ગૌતમ ગંભીર ગઈ કાલે નાનીના અવસાનને કારણે અમદાવાદથી દિલ્હી જતો રહ્યો હતો. જોકે તે આજે પાછો આવશે. તેણે ગઈ કાલે કોઈ ઈજાને લીધે નહીં, પણ અન્ય કારણસર ફીલ્ડિંગ ન કરી હોવાથી આજે તેને બીજા દાવમાં ઓપનિંગમાં નહીં રમવા મળે.

સ્કોર-બોર્ડ

ભારત : પ્રથમ દાવ

૮ વિકેટે ૫૨૧ રને ડિક્ર્લેડ

ઇંગ્લૅન્ડ : પ્રથમ દાવ

૧૯૧ રને ઑલઆઉટ

ઇંગ્લૅન્ડ : બીજો દાવ

(ફૉલો-ઑન પછી)

પાંચ વિકેટે ૩૪૦ રન (કુક ૧૬૮ નૉટઆઉટ, પ્રાયર ૮૪ નૉટઆઉટ, કૉમ્પ્ટન ૩૭, બેલ બાવીસ, ટ્રૉટ ૧૭, ઉમેશ ૬૦ રનમાં બે, ઓઝા ૧૦૨ રનમાં બે અને ઝહીર ૩૮ રનમાં એક વિકેટ, અશ્વિન ૧૦૪ રનમાં એક પણ વિકેટ નહીં)

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2012 07:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK