સચિન-હરભજન પર નજર

Published: 14th October, 2012 05:12 IST

ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયનની આજે આફ્રિકન ટીમ હાઇવેલ્ડ લાયન્સ સામે ટક્કરજોહનિસબર્ગ: ગયા વર્ષનું ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન આજે ટુર્નામેન્ટમાં શ્રીગણેશ કરશે. આજની બીજી મૅચ (રાત્રે ૯ વાગ્યે)માં તેમનો આફ્રિકન ટીમ હાઇવેલ્ડ લાયન્સ સામે મુકાબલો થવાનો છે. હમણાં આઉટ ઑફ ફૉર્મ ચાલી રહેલો સચિન તેન્ડુલકર અને થોડો સમય ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યા બાદ તાજેતરમાં કમબૅક કરનાર સિનિયર સ્પિનર હરભજન સિંહના પફોર્ર્મન્સ પર બધાની નજર રહેશે. હરભજન મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન છે અને ગયા વષેર્ તેના નેતૃત્વમાં મુંબઈ ચૅમ્પિયન બન્યું હતું. મુંબઈ ઇન્ડિયનમાં આ બન્ને ખેલાડીઓ ઉપરાંત કિરૉન પોલાર્ડ, રોહિત શર્મા, અંબાતી રાયુડુ જેવા મૅચ-વિનર ખેલાડીઓ પણ સામેલ છે.

અલ્વિરો પીટરસનના નેતૃત્વવાળી લાયન્સ ટીમમાં સોહેલ તનવીર, ડર્ક નૅનસ, નીલ મૅકેન્ઝી વગેરેનો સમાવેશ છે.

આજની પ્રથમ મૅચની હરીફ ટીમો

ચેન્નઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), મુરલી વિજય, ફૅફ ડુ પ્લેસી, માઇક હસી, સુબ્રમણ્યમ બદરીનાથ, સુરેશ રૈના, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, યો મહેશ, ડગ બોલિન્જર, બેન હિલ્ફેનહૉસ, ઍલ્બી મૉર્કલ, નુવાન કુલસેકરા, રવિચન્દ્રન અશ્વિન અને શાદાબ જકાતી.

સિડની સિક્સર્સ : બ્રૅડ હૅડિન (કૅપ્ટન-વિકેટકીપર), શેન વૉટ્સન, માઇકલ લમ્બ, મોઇઝેઝ હેન્રિક્સ, સ્ટીવન સ્મિથ, નૅથન મૅક્લમ, પૅટ ક્યુમિન્સ, સ્કીફ ઑકીફ, મિચલ સ્ટાર્ક અને ડોમિનિક થૉર્નલી.

આજની બીજી મૅચની હરીફ ટીમો

મુંબઈ ઇન્ડિયન્સ : હરભજન સિંહ (કૅપ્ટન), સચિન તેન્ડુલકર, રિચર્ડ લીવી, રોહિત શર્મા, કીરૉન પોલાર્ડ, ડ્વેઇન સ્મિથ, અંબાતી રાયુડુ, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મિચલ જૉન્સન, લસિથ મલિન્ગા, ધવલ કુલકર્ણી, મુનાફ પટેલ, થિસારા પરેરા અને પ્રજ્ઞાન ઓઝા.

હાઇવેલ્ડ લાયન્સ : અલ્વિરો પીટરસન (કૅપ્ટન), સોહેલ તનવીર, ડર્ક નૅનસ, નીલ મૅકેન્ઝી, ક્રિસ મૉરિસ થામી ત્સોલકાઇલ (વિકેટકીપર) અને ગુલામ બોડી.

નોંધ : દરેક ટીમના મુખ્ય પ્લેયરોનાં નામ લખ્યાં છે.

આજે ધોનીની સેનાનો જામશે ઑસ્ટ્રેલિયન ટીમ સામે જંગ

આજના દિવસની પહેલી મૅચ (સાંજે પાંચ વાગ્યે)માં ચેન્નઈ સુપર કિંગ્સનો પ્રથમ મુકાબલો સિડની સિક્સર્સ જેવી મજબૂત ટીમ સામે થવાનો છે. ધોની પાસે માઇક હસી, સુરેશ રૈના, ઍલ્બી મૉર્કલ, રવિચન્દ્રન અશ્વિન જેવા સ્ટારખેલાડીઓ છે; જ્યારે બ્રૅડ હૅડિનના નેતૃત્વવાળી સિડની સિક્સર્સ ટીમમાં T20 વર્લ્ડ કપના હીરો શેન વૉટ્સન ઉપરાંત સ્ટીવન સ્મિથ, પૅટ ક્યુમિન્સ, મિચલ સ્ટાર્ક વગેરેનો સમાવેશ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK