અક્ષયકુમાર V/S સોનાક્ષી સિંહા

Published: 20th November, 2014 06:08 IST

શનિવારે મોહાલીમાં વર્લ્ડ કબડ્ડી લીગની ફાઇનલ, આ સ્ટાર ખેલાડીઓની બે ટીમો ખાલસા વૉરિયર્સ અને યુનાઇટેડ સિંઘ્સ વચ્ચે જામશે ખરાખરીનો જંગપંજાબના મોહાલીમાં આવેલા ઇન્ટરનૅશનલ હૉકી સ્ટેડિયમમાં શનિવારે અક્ષયકુમારની ખાલસા વૉરિયર્સ તથા સોનાક્ષી સિંહાની યુનાઇટેડ સિંઘ્સની ટીમો વચ્ચે વર્લ્ડ કબડ્ડી લીગની ફાઇનલ મૅચ રમાશે. ગઈ કાલે રમાયેલી બે સેમી ફાઇનલ મૅચમાં ખાલસા વૉરિયર્સે વૅનકુવર લાયન્સને ૭૦-૬૦થી તો યુનાઇટેડ સિંઘ્સે કૅલિફૉર્નિયા ઈગલ્સને ૬૩-૫૮થી હાર આપી હતી.

અક્ષયકુમારની ખાલસા વૉરિયર્સે ૨૧ લીગ મૅચમાંથી ૧૭ મૅચમાં વિજય મેળવ્યો હતો. જોકે નૉર્થ અમેરિકાની ટીમ વાનકુવર લાયન્સે સેમી ફાઇનલ મૅચના બીજા અને ત્રીજા ક્વૉર્ટર્સ દરમ્યાન મૅચ જીતવાના ભરપૂર પ્રયત્નો કર્યા હતા, પરંતુ ખાલસા વૉરિયર્સે સારું આક્રમણ તથા સારો બચાવ કરીને વર્લ્ડ કબડ્ડી લીગની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

સોનાક્ષી સિંહાની યુનાઇટેડ સિંઘ્સે પણ એક રસપ્રદ મૅચમાં કૅલિફૉર્નિયા ઈગલ્સને માત આપી હતી.

વર્લ્ડ કબડ્ડી લીગમાં દુનિયાભરની આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ લીગની પહેલી મૅચ લંડનમાં યોજાઈ હતી. શનિવારે સેમી ફાઇનલમાં હારેલી બે ટીમો વચ્ચે ત્રીજા સ્થાન માટે સાંજે ચાર વાગ્યે પહેલી પ્લે-ઑફ મૅચ રમાશે. ત્યાર બાદ સાંજે છ વાગ્યે ફાઇનલ મૅચ રમાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK