World Cup 2019: અમદાવાદની મહિલાએ લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા

Jul 05, 2019, 07:13 IST

વર્લ્ડ કપની મૅચમાં પાકિસ્તાન ઝિંદાબાદની નારાબાજી કરનાર ગુજરાતી મહિલાને ક્રાઇમ બ્રાન્ચ શોધી રહી છે.

અમદાવાદની મહિલાએ લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા
અમદાવાદની મહિલાએ લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા

અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક સોશ્યલ મીડિયા પેજ પર એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમ્યાન એક મહિલા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતી જોવા મળે છે. આ યુવતીનો વિડિયો કૅનેડાના વતની અને જાણીતા પત્રકાર-લેખક તારિક ફતેહે શૅર કર્યો છે. આ વિડિયો વાઇરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર વિવાદ છંછેડાયો છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દે તપાસ શરૂ કરી હોવાના અહેવાલ મળ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની મૅચનો આ વિડિયો હોવાનું લાગે છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વિડિયોમાં આ મહિલા સ્ટેડિયમમાં બેઠેલા પાકિસ્તાનના ચાહકોને કહી રહી છે કે મારો જન્મ અમદાવાદ થયો છે. પાકિસ્તાનનો ક્રિકેટપ્રેમી અબ્દુલ જલીલ કહે છે કે ‘હું ચાર વાર અમદાવાદ આવ્યો છું. આ મારી દીકરી જેવી છે. તેને માટે તાળીઓ પાડો.’ ત્યાર બાદ મહિલા ફરીથી સૂત્રોચ્ચાર કરે છે, ‘જીતેગા ભાઈ જીતેગા... પાકિસ્તાન જીતેગા...’ મહિલા એવું પણ કહી રહી છે કે ‘હિન્દુસ્તાન સામેની મૅચ પણ પાકિસ્તાન જ જીતશે.’

આ પણ વાંચો : World Cup 2019 : ICC અને ટીમ ઇન્ડિયા વચ્ચે સુરક્ષાને લઇને ફરી વિવાદ

એક અહેવાલ મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ઓળખ કરવા માટેની તપાસ હાથ ધરી છે. આ મહિલા અમદાવાદની રહેવાસી હોય એવી શક્યતા છે, પરંતુ હાલમાં તે બ્રિટનમાં સ્થાયી થઈ છે. જો તેના પર કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તો પણ તેના પર બ્રિટનના નિયમો લાગી શકે છે, પરંતુ હાલમાં તો આ વિડિયોમાં જોવા મળતી મહિલા ખરેખર અમદાવાદની છે કે નહીં એની પુષ્ટિ થઈ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK