સચિન તેન્ડુલકરના દીકરા અર્જુનની સેન્ચુરી બાદ શાનદાર બોલિંગ

Published: 26th November, 2015 05:59 IST

સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુને મુંબઈ ક્રિકેટ અસોસિએશનની અન્ડર-૧૬ પય્યાડે ટ્રોફીમાં રમતાં મંગળવારે શાનદાર સદી ફટકાર્યા બાદ ગઈ કાલે બોલિંગમાં કમાલ દેખાડી હતી.

સુનીલ ગાવસકર ઇલેવન ટીમ વતી રમતા અર્જુને રોહિત શર્મા ઇલેવનની ૪ વિકેટ લઈને સનસની મચાવી દીધી હતી. લેફ્ટી બોલર અર્જુને ૭૩ રન આપીને ચાર બૅટ્સમેનોને આઉટ કર્યા હતા. વળી બીજી ઇનિંગ્સમાં તે ૪૦ રને રમતમાં છે.

કાંદિવલીમાં સચિન તેન્ડુલકર જિમખાના મેદાન પર ૧૫ વર્ષના અર્જુને સુનીલ ગાવસકર ઇલેવન તરફથી રમતાં રોહિત શર્મા ઇલેવન સામે પેહલી ઇનિંગ્સમાં ૧૫૬ બૉલમાં ૧૦૬ રન ફટકાર્યા હતા, જેમાં બે સિક્સર અને ૧૬ ચોગ્ગાનો સમાવેશ હતો. અર્જુન પહેલી મૅચમાં તો હિટ થયો છે. હવે જોવાનું એ છે કે તે સમગ્ર ટુર્નામેન્ટમાં કેવી કમાલ દેખાડે છે. આ ટુર્નામેન્ટની અન્ય બે ટીમો સચિન તેન્ડુલકર ઇલેવન અને દિલીપ વેન્ગસરકર ઇલેવન પણ રમી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK