ઇંગલેન્ડના ઓપનર જેસન રૉયની ટીમમાં વાપસી, ઓસ્ટ્રેલિયા સામે રમશે વન-ડે

Published: Sep 10, 2020, 15:58 IST | Gujarati Mid-day Online Correspondent | Manchester

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર

જેસન રૉય
જેસન રૉય

પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ રમી હતી અને હવે તે વન-ડે સિરીઝ રમવાની છે. આ માટે ઇંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. જેમાં આક્રમક બેટ્સમેન અને ઓપનરે જેસન રૉય (Jason Roy)ને સામેલ કરવામાં આવ્યો છે. ઈજા બાદ જેસન રૉયે ટીમમાં વાપસી કરી છે.

ઇંગ્લેન્ડના ઝંઝાવાતી ઓપનર જેસન રૉય તાજેતરમાં યોજાયેલ પાકિસ્તાન અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં રમી શકયો ન હતો. તે ઘાયલ હતો અને તેને કારણે તેને આરામ આપવામાં આવ્યો હતો.

બેટ્સમેન ડેવિડ મલાનને અગાઉ રિઝર્વ ખેલાડીમાં સામેલ કરાયો હતો પરંતુ ટી20 ક્રિકેટ ક્રમાંકમાં તે નંબર વન બની ગયો અને પછી તેને નિયમિત ટીમમાં સામેલ કરી દેવાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી20 સિરીઝમાં ડેવિડ મલાને 66, 44 અને 21 રનનો સ્કોર નોંધાવ્યો હતો અને તેણે નંબર વનનો ખિતાબ મેળવ્યો હતો. ડેવિડ મલાનની કરિયરનો સ્ટ્રાઇક રેટ હાલમાં 146.66નો છે.

ઓસ્ટ્રેલિયા સામે રમનારી ઇંગ્લેન્ડની વન-ડે ટીમમાં ઓઇન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી,જોફરા આર્ચર, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જોઝ બટલર, સેમ કરન, ટોમ કરન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, ક્રિસ વોક્સ, માર્ક વૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK