ધોની 3 મહિના બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો

Published: Oct 22, 2019, 12:00 IST | Ranchi

કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ 2019 બાદથી ક્રિકેટથી દુર થઇ ગયો છે. ત્યારે 3 મહિના બાદ ધોની ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો.

ધોની રાંચી સ્ટેડિયમમાં 3 મહિના બાદ ભારતના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો
ધોની રાંચી સ્ટેડિયમમાં 3 મહિના બાદ ભારતના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો

Ranchi : કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ 2019 બાદથી ક્રિકેટથી દુર થઇ ગયો છે. ત્યારે 3 મહિના બાદ ધોની ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. પોતાના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ક્ષેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો.


ધોનીએ ડ્રેસિંગ રૂમમાં પહોંચતાની સાથે પહેલા આ ખેલાડી સાથે કરી વાત
ધોની 3 મહિના બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો. જ્યા તે પહેલા ઝારખંડના સ્પિનર શાહબાઝ નદીમ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ધોની વર્લ્ડ કપ 2019 બાદથી પોતાને ક્રિકેટથી દુર કરી દીધો હતો અને ત્યાર બાદ તે પહેલી વાર ઇન્ડિયન ટીમના ડ્રેસીંગ રૂમમાં જોવા મળ્યો હતો. ધોની છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ટીમ સાથે નથી. તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ડિસેમ્બરમાં કમબેક કરશે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં 1 ઇનીંગ અને 202 રને આફ્રિકાને હરાવ્યું
ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે. ભારતે પ્રથમ દાવમાં 497/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં મહેમાન ટીમ 162 અને 132 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની દ.આફ્રિકા પર આ સૌથી મોટી જીત છે. ગઈ મેચમાં ઇન્ડિયાએ મહેમાન ટીમને એક ઇનિંગ્સ અને 137 રને હરાવી હતી. મેચમાં 212 અને સીરિઝમાં 132.25ની એવરેજથી 529 રન કરનાર રોહિત શર્મા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ બન્યો. ભારતની આ ઘરઆંગણે સતત 11મી સીરિઝ જીત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK