Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિ શાસ્ત્રીએ પત્ની રિતુ સાથે ડિવૉર્સ લેવા કોર્ટમાં કરી અરજી

રવિ શાસ્ત્રીએ પત્ની રિતુ સાથે ડિવૉર્સ લેવા કોર્ટમાં કરી અરજી

06 November, 2012 06:12 AM IST |

રવિ શાસ્ત્રીએ પત્ની રિતુ સાથે ડિવૉર્સ લેવા કોર્ટમાં કરી અરજી

રવિ શાસ્ત્રીએ પત્ની રિતુ સાથે ડિવૉર્સ લેવા કોર્ટમાં કરી અરજી






ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી અને તેમની પત્ની રિતુ છૂટાછેડા લઈ રહ્યાં છે અને શાસ્ત્રીએ બાંદરાની ફૅમિલી કોર્ટમાં ડિવૉર્સ માટેની અરજી કરી છે એવું ગઈ કાલે એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.


શાસ્ત્રી ૫૦ વર્ષના છે. તેમના અને રિતુના બાવીસ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. તેમને ચાર વર્ષની પુત્રી છે જેનું નામ અલેકા છે. શાસ્ત્રીએ છૂટાછેડા માટેની અરજીમાં એવું જણાવ્યું હોવાનું મનાય છે કે તેમની અને રિતુ વચ્ચે કેટલાક મતભેદો છે અને તેમની વચ્ચે સમાધાન થાય એની હવે કોઈ સંભાવના નથી.


રિતુ લશ્કરના અધિકારીની પુત્રી છે. રિતુ ડાન્સર પણ છે, પરંતુ લગ્નજીવન દરમ્યાન તેણે ક્યારેય પોતાની આ કળાને જાહેરમાં લાવવાનું પસંદ નહોતું કર્યું.

અખબારી રિપોર્ટમાં જણાવ્યા મુજબ શાસ્ત્રી વરલીના જે અપાર્ટમેન્ટમાં રિતુ સાથે રહેતા હતા એ છોડીને ચર્ચગેટમાં રહેવા આવી ગયા છે.

શાસ્ત્રીનાં મમ્મી લક્ષ્મીએ થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારા દીકરા રવિએ બાવીસ વર્ષ પહેલાં લગ્ન કર્યા એ પહેલાં અસંખ્ય છોકરીઓ તેની પાછળ પાગલ હતી. રવિ સાથે મૅરેજ કરવા માટે ઘણી ઑફરો આવતી હતી. એક માગું બહુ સારું હતું, પરંતુ રવિએ સાફ ઇનકાર કરતાં મને કહ્યું હતું કે તેના ધ્યાનમાં એક બહુ સારી છોકરી છે. એ છોકરી રિતુ હતી અને પછી તેણે તેની સાથે લગ્ન કરી લીધા હતા.’

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2012 06:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK