બીજા ટેસ્ટ-વિજયથી અફઘાનિસ્તાન ફક્ત ૪ વિકેટ દૂર

Published: Sep 09, 2019, 09:26 IST | ચિત્તગૉન્ગ

૩૯૮ રનના ટાર્ગેટ સામે બંગલા દેશે ૧૩૬ રનમાં ગુમાવી ૬ વિકેટ, બધી આશા હવે શા‌કિબ-અલ-હસન પર

 ૨૦૧૭માં ટેસ્ટ-સ્ટેટસ મેળવનાર અફઘાનિસ્તાન પોતાની ત્રીજી ટેસ્ટમાં બીજો વિજય મેળવવાથી ફક્ત ૪ વિકેટ દૂર છે. એકમાત્ર ટેસ્ટમાં ગઈ કાલે ચોથા દિવસે તેમણે યજમાન બંગલા દેશની ૧૩૬ રનમાં ૬ વિકેટ લઈ લીધી હતી. રાશિદ ખાને ૪૬ રનમાં ૩, ઝાહીર ખાને બે અને મોહમ્મદ નબીએ એક વિકેટ લીધી હતી. ૩૯૮ રનના ટાર્ગેટ સામે દિવસના અંતે અનુભવી શાકિબ-અલ-હસન ૩૯ અને સૌમ્ય સરકાર એકેય રન બનાવ્યા વિના નૉટઆઉટ રહ્યા હતા. અફઘાનિસ્તાન સૌપ્રથમ ટેસ્ટ ભારત સામે ગયા વર્ષે જૂનમાં રમ્યું હતું જેમાં તેનો બે દિવસમાં પરાજય થયો હતો. ત્યાર બાદ અફઘાન બીજી ટેસ્ટ આ વર્ષે ઉત્તરાખંડમાં આયરલૅન્ડ સામે રમ્યું હતું, જેમાં એ પહેલી ટેસ્ટ-જીત મેળવવામાં સફળ થયું હતું. આ એની ત્રીજી ટેસ્ટ છે અને પહેલી ૩ ટેસ્ટમાં બે જીત મેળવવાની સિદ્ધિ ખૂબ ઓછી ટીમ મેળવી શકી છે.

આ પણ વાંચોઃ ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK