વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં બરાથનું કમબૅક

Published: 2nd November, 2011 18:55 IST

કિંગસ્ટન: વેસ્ટ ઇન્ડીઝના ૨૧ વર્ષના ઓપનિંગ બૅટ્સમૅન ઍડ્રિયન બરાથની પગની ઈજા દૂર થઈ ગઈ છે એટલે તેને ભારત સામે રવિવારે શરૂ થનારી ટેસ્ટસિરીઝ માટે ગઈ કાલે જાહેર કરવામાં આવેલી ટીમમાં ફરી સમાવવામાં આવ્યો હતો. બંગલા દેશમાં તેના બદલે રમી રહેલા લેન્ડલ સિમન્સની ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે.ત્રીજી ટેસ્ટમૅચ મુંબઈમાં

કૅરિબિયનો મીરપુરમાં ગઈ કાલે બંગલા દેશ સામેની છેલ્લી ટેસ્ટ જીતીને સિરીઝ ૧-૦થી કબજામાં કરી લેવાની તૈયારીમાં હતા. આજે કૅરિબિયન ટીમ મીરપુરથી ભારત આવવા રવાના થશે. દિલ્હીની પ્રથમ ટેસ્ટ પછી બીજી ટેસ્ટ ૧૪ નવેમ્બરથી કલકત્તામાં અને છેલ્લી ટેસ્ટ ૨૨ નવેમ્બરથી મુંબઈમાં રમાશે.

કૅરિબિયન ટીમમાં બે વિકેટકીપરો

વેસ્ટ ઇન્ડીઝની ભારતપ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સિલેક્ટરોએ બે વિકેટકીપરો (કાર્લટન બૉ અને ડેનેશ રામદીન), બે સ્પિનરો (દેવેન્દ્ર બિશુ અને શેન શિલિંગફર્ડ) અને કૅપ્ટન ડૅરેન સૅમી ઉપરાંત ત્રણ પેસબોલરો (ફિડેલ એડવર્ડ્સ, રવિ રામપૉલ અને કીમાર રૉચ)નો સમાવેશ કર્યો છે.

વેસ્ટ ઇન્ડીઝની ટેસ્ટ ટીમ : ડૅરેન સૅમી (કૅપ્ટન), ઍડ્રિયન બરાથ, કાર્લટન બૉ (વિકેટકીપર), દેવેન્દ્ર બિશુ, ક્રેગ બ્રૅથવેઇટ, ડૅરેન બ્રાવો, શિવનારાયણ ચંદરપૉલ, ફિડેલ એડવર્ડ્સ, કર્ક એડવર્ડ્સ, કીરૅન પોવેલ, ડેનેશ રામદીન (વિકેટકીપર), રવિ રામપૉલ, કીમાર રૉચ, માર્લન સૅમ્યુલ્સ અને શેન શિલિંગફર્ડ.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK