સૌરાષ્ટ્ર સામે તરેના ૨૨૨ અને રોહિતના ૧૬૬ રન મુંબઈની મજબૂત પકડ

Published: 17th December, 2012 05:23 IST

સૌરાષ્ટ્ર સામેની ચાર દિવસની રણજી મૅચમાં ગઈ કાલે બીજા દિવસે મુંબઈએ મૅચ પર મજબૂત પકડ જમાવી હતી. મુંબઈ એક દાવથી આ મૅચ જીતી શકે એમ છે.

રાજકોટ :

મુંબઈએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પહેલી જ વાર સેન્ચુરી ફટકારનાર ઓપનર આદિત્ય તરે (૨૨૨ રન, ૪૧૭ બૉલ, ૧ સિક્સર, ૩૧ ફોર) અને સીઝનની ત્રીજી સેન્ચુરી મારનાર રોહિત શર્મા (૧૬૬ રન, ૨૫૪ બૉલ, ૪ સિક્સર, ૧૬ ફોર)ની ત્રીજી વિકેટ માટેની ૨૭૮ રનની ભાગીદારીથી પાંચ વિકેટે ૬૦૬ રનના ટોટલ પર દાવ ડિક્લેર કર્યો હતો. તરે અને રોહિત બન્નેનો વિકેટકીપર સાગર જોગિયાણીએ એક-એક વખત કૅચ છોડ્યો હતો. ગઈ કાલની રમતના અંતે સૌરાષ્ટ્રે ૪૨ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

વડોદરામાં બરોડાના ૨૦૮ રનના જવાબમાં તામિલનાડુએ ૧૬૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી.

કલકત્તામાં બેન્ગાલ ૧૧૬ રને ઑલઆઉટ થયું હતું અને એણે એક રનની લીડ લીધી હતી. બીજા દાવમાં હૈદરાબાદના ૭ વિકેટે ૧૭૨ રન હતા.

દિલ્હીમાં દિલ્હીને ૧૯૩ રને ઑલઆઉટ કરીને મહારાષ્ટ્રે ૩ રનની લીડ મેળવી હતી અને પછી સેકન્ડ ઇનિંગ્સમાં વિના વિકેટે ત્રણ રન બનાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK