Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગિલક્રિસ્ટ અને મૅક્ગ્રા થયા શાંત પુજારા પર આફરીન

ગિલક્રિસ્ટ અને મૅક્ગ્રા થયા શાંત પુજારા પર આફરીન

14 February, 2019 12:50 PM IST |
Debashish Dutta

ગિલક્રિસ્ટ અને મૅક્ગ્રા થયા શાંત પુજારા પર આફરીન

ગિલક્રિસ્ટ અને મૅક્ગ્રા થયા શાંત પુજારા પર આફરીન


ઑસ્ટ્રેલિયન ટીમના બે ભૂતપૂર્વ ક્રિકેટરો ઍડમ ગિલક્રિસ્ટ અને ગ્લેન મૅક્ગ્રાએ ઍડીલેડ ટેસ્ટના પહેલા દિવસની રમતને માણી હતી જેમાં ઑસ્ટ્રેલિયાના બોલરોએ વેધક પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ ચેતેશ્વર પુજારાએ પણ યોગ્ય જવાબ આપતાં સેન્ચુરી ફટકારી હતી. મૅક્ગ્રાએ કહ્યું હતું કે ‘સારું થયું ઑસ્ટ્રેલિયા ટૉસ હારી ગયું. પિચ બીજા દિવસે એટલી બધી જીવંત નહીં હોય.’

બીજી તરફ ગિલક્રિસ્ટ કહ્યું હતું કે ‘ભારતીય બોલરો પણ તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન કરીને ટીમને વાપસી કરાવશે.’



બન્ને દિગ્ગજોએ એક છેડેથી સતત વિકેટ પડી રહી હોવા છતાં ધીરજ ગુમાવ્યા વગર બૅટિંગ કરનારા પુજારાનાં વખાણ કયાર઼્ હતાં. બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન કરસન ઘાવરીએ પુજારા જે રીતે રનઆઉટ થયો એ બાબતે હતાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘એક વધારાના રન માટે વિકેટ ગુમાવવી એક ગુના સમાન છે. તે થોડો ધીમો હતો એથી આ રીતે વધારાના રન માટે સાહસ કરવાની જરૂર નહોતી.’


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 12:50 PM IST | | Debashish Dutta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK