હાલમાં ચાલી રહેલી બિગ બૅશ લીગ (બીબીએલ)માં ઑસ્ટ્રેલિયન લેગ સ્પિનર ઍડમ ઝમ્પાને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવા બદલ એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મેલબર્ન સ્ટાર્સ વતી રમતા સિડની થન્ડર્સ સામેની મૅચમાં ઝમ્પાએ અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો જે સ્ટમ્પ માઇકમાં સંભળાઈ હતી.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની આચારસંહિતા મુજબ ઍડમ ઝમ્પાને એક સસ્પેન્શન પૉઇન્ટ અને ૨૫૦૦ ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી. મૅચ દરમ્યાન સોળમી ઓવરમાં સિડની થન્ડર્સના કૅલમ ફર્ગ્યુસન સિંગલ રન લેતો હતો એ વખતે ઝમ્પાએ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઝમ્પા આઇપીએલમાં બૅન્ગલોરની ટીમ વતી રમતો હતો.
ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ
17th January, 2021 13:52 ISTપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન
17th January, 2021 13:50 ISTસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર
17th January, 2021 13:48 ISTબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો
17th January, 2021 13:43 IST