વર્લ્ડ ક્લાસ મુંબઈ ઇન્ડિયન્સમાં મારી પ્લેસ શોધવાનો પ્રયાસ કરીશ : કૉલ્ટર-નાઇલ

Published: Sep 13, 2020, 12:42 IST | Agency | Abu Dhabi

ઑસ્ટ્રેલિયન પેસર નૅથન કૉલ્ટર-નાઇલનું કહેવું છે કે મુંબઈ ઇન્ડિયન્સમાં રમીને હું મારી પ્લેસ શોધવાનો પ્રયાસ કરીશ.

નૅથન કૉલ્ટર-નાઇલ
નૅથન કૉલ્ટર-નાઇલ

ઑસ્ટ્રેલિયન પેસર નૅથન કૉલ્ટર-નાઇલનું કહેવું છે કે મુંબઈ ઇન્ડિયન્સમાં રમીને હું મારી પ્લેસ શોધવાનો પ્રયાસ કરીશ. મુંબઈ ઇન્ડિયન્સે ગયા વર્ષે આ પ્લેયરને આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૨૦૧૩માં મુંબઈ ઇન્ડિયન્સે જ્યારે પહેલી વાર આઇપીએલ ટ્રોફી પોતાના નામે કરી હતી એ વખતે ટીમમાં નાઇલનો સમાવેશ હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો અપલોડ કરીને નાઇલે કહ્યું કે ‘હું ગયા વર્ષે અહીં હતો અને આઇપીએલ ટ્રોફી જીતવાનો એક અલગ આનંદ મળ્યો હતો. ટીમ સાથે રહીને એક અલગ અનુભવ મળ્યો હતો. મુંબઈની ટીમની બોલિંગ-લાઇનઅપ વર્લ્ડ-બેસ્ટ છે. બીજા પ્લેયરની જેમ હું પણ બૅટિંગ પાછળ બોલિંગ કરી શકું છું અને વિકેટ લઈ શકું છું. આ પ્રકારની વિકેટ મારી બોલિંગને સૂટ થાય છે. મને મારી સ્કિલ પર ભરોસો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK