અમે મેન્ડિસને પ્રેશરમાં લાવીને નિષ્ફળ બનાવીશું : ડિવિલિયર્સ

Published: 22nd September, 2012 06:48 IST

વર્લ્ડ કપમાં આજે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર ક્રિકેટ એચડી પર બપોરે ૩.૩૦) અનૌપચારિક છે, કારણ કે ઝિમ્બાબ્વે આઉટ જવાની સાથે આજની આ બન્ને હરીફ ટીમો સુપર એઇટ્સમાં પહોંચી ગઈ છે.


હમ્બનટોટા:

જોકે સાઉથ આફ્રિકન કૅપ્ટન એ. બી. ડિવિલિયર્સ શ્રીલંકન સ્પિનર અજંથા મેન્ડિસને આજે પ્રેશરમાં લાવીને નિષ્ફળ બનાવવા મક્કમ છે. મેન્ડિસે ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ૮ રનમાં ૬ વિકેટ લઈને T20 ઇન્ટરનૅશનલમાં તેમ જ T20 વર્લ્ડ કપમાં નવો વિક્રમ સરજ્યો હતો.

ડિવિલિયર્સે ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘મેન્ડિસ વર્લ્ડ-ક્લાસ સ્પિનર છે. તે ફૉર્મમાં હોય ત્યારે મોટી સંખ્યામાં વિકેટો લે છે. જોકે અમે તેને પ્રેશરમાં પફોર્ર્મ કરતો અને એ સ્થિતિમાં તૂટી પડતો જોયો છે. અમે તેને આજે પ્રેશરમાં લાવ્યા વિના નહીં રહીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK