Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એબી ડિવિલિયર્સ નાનપણથી મારો આદર્શ છે : જૉસ બટલર

એબી ડિવિલિયર્સ નાનપણથી મારો આદર્શ છે : જૉસ બટલર

15 April, 2020 11:30 AM IST | London
Agencies

એબી ડિવિલિયર્સ નાનપણથી મારો આદર્શ છે : જૉસ બટલર

જૉસ બટલર

જૉસ બટલર


જૉસ બટલરે હાલમાં એબી ડિવિલિયર્સ સાથેનો એક કિસ્સો શૅર કર્યો હતો અને જણાવ્યું હતું કે ડિવિલિયર્સ બાળપણથી મારો આદર્શ છે. રાજસ્થાન રૉયલ્સની ઑફિશ્યલ ચૅનલ પર વાત કરતાં બટલરે કહ્યું કે ‘મારા બાળપણથી ડિવિલિયર્સ મારો આદર્શ રહ્યો હતો. તેને રમતો જોવરનું મને ઘણું ગમતું. તે અદ્ભૂત પ્લેયર છે. હું જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલમાં રમતો હતો ત્યારે તેની સાથે હોટેલમાં બિયર પીવાની તેણે મને ઑફર કરી હતી. હું ઘણો એક્સાઇટેડ થઈ ગયો હતો. એબી ડિવિલિયર્સ સાથે હોટેલમાં બિયર પીવું કેટલું કૂલ હતું. એ વખતે મેં મારી ફિયાન્સી અને હવે પત્ની લ્યુસીને આ વાત કહી અને અમે હોટેલ પહોંચ્યાં હતાં. ત્યાં પહોંચીને અમે લગભગ વીસેક મિનિટ વાત કરી હતી. તેની બોલવાની આફ્રિકન સ્ટાઇલ પણ જબરદસ્ત હતી જેને લીધે લ્યુસીએ તેમને પૂછ્યું હતું કે તમે ન્યુ ઝીલૅન્ડમાં કયા વિસ્તારમાં રહો છો? આ વાત સાંભળીને અમે હસી પડ્યા હતા.’

એબી ડિવિલિયર્સ સાઉથ આફ્રિકન પ્લેયર છે અને બટલરની પત્નીએ તેને ન્યુ ઝીલૅન્ડનો કહ્યો હોવાથી તેઓ ખડખડાટ હસી પડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2020 11:30 AM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK