ખરાબ ફૉર્મમાંથી પસાર થનાર સ્ટાર્કને ફિન્ચનો ટેકો, કહ્યું ‘ડરવાની જરૂર નથી’

Published: 2nd December, 2020 13:52 IST | Gujarati Mid-day Correspondent | Canberra

ઇન્ડિયા સામેની પહેલી બે વન-ડેમાં સ્ટાર્ક ૧૮ ઓવરમાં ૧૪૭ રન આપીને માત્ર એક વિકેટ લઈ શક્યો હતો

મિશેલ સ્ટાર્ક
મિશેલ સ્ટાર્ક

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કનો પર્ફોર્મન્સ ટીમ માટે ચિંતાનો વિષય છે પણ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચે તેનું સમર્થન કર્યું છે. ઇન્ડિયા સામેની પહેલી બે વન-ડેમાં સ્ટાર્ક ૧૮ ઓવરમાં ૧૪૭ રન આપીને માત્ર એક વિકેટ લઈ શક્યો હતો.

સ્ટાર્કનો બચાવ કરતાં ઍરોન ફિન્ચે કહ્યું કે ‘સ્ટાર્ક પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ નથી આપી રહ્યો. આપણે સમજવું પડશે કે આપણે તેની પાસેથી જે આશા રાખીએ છીએ એનાથી વધારે સારું રમવાની તેની ક્ષમતા છે. એનું કારણ છે કે છેલ્લાં ૯-૧૦ વર્ષથી વાઇટ બૉલ ક્રિકેટમાં તે પોતાનો દબદબો જાળવવામાં સફળ રહ્યો છે. તેને બૉલ સ્વિંગ કરવાનું ગમે છે પણ મુદ્દાની વાત એ છે કે તમે જ્યારે મોટો સ્કોર ડિફેન્ડ કરો છો અને સારા પ્લેયર સામે રમો છો ત્યારે સામેની ટીમના પ્લેયર તમને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરે છે. માટે આજે અમે ચર્ચા કરી કે થોડોઘણો પણ શું ફેરફાર કરી શકીએ છીએ. મારા મતે ચિંતા કરવાની જરૂર નથી. અમે હજી સુધી ટીમનું સિલેક્શન નથી કર્યું, પણ અમારી પાસે કેટલાક વિકલ્પ છે. મૅથ્યુ વેડને અમે ટીમમાં રમાડી શકીએ છીએ. માર્નસ લબુશેન પારીની શરૂઆત કરી શકે છે. ઍલેક્સ કેરીએ પહેલાં પણ એવું કર્યું છે. મિડલ ઑર્ડર સારું પર્ફોર્મ કરી રહ્યા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK