આઇપીએલની હરાજીમાં ન વેચાતાં આશ્ચર્ય નથી થયું: ફિન્ચ

Published: 22nd February, 2021 15:26 IST | Gujarati Mid-day Correspondent | Christchurch

આઇપીએલની પાછલી સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમતાં ફિન્ચે ૨૨.૩ની ઍવરેજથી રન બનાવ્યા હતા

ઍરોન ફિન્ચ
ઍરોન ફિન્ચ

ઑસ્ટ્રેલિયન વાઇટ-બૉલ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચને ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં કોઈ પણ ટીમે નહોતો ખરીદ્યો. જોકે ફિન્ચ માટે આ સંભવિત વાત હતી અને તેને પોતાને આ હરાજીમાં ન વેચાતાં જરાય આશ્ચર્ય નહોતું થયું. વાસ્તવમાં આઇપીએલની પાછલી સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમતાં ફિન્ચે ૨૨.૩ની ઍવરેજથી અને બિગ બૅશ લીગમાં ૧૩.૭૩ની ઍવરેજથી રન બનાવ્યા હતા. આઇપીએલમાં ન વેચાતાં પોતાના મનની વાત કરતાં ફિન્ચે કહ્યું કે ‘પાછું રમવાની તક મળી હોત તો સારું લાગત. એ એક શાનદાર સ્પર્ધા છે, પણ સાચું કહું તો મારું સિલેક્શન ન થવું સંભવિત હતું. હું ક્રિકેટ રમવાનું પસંદ કરું છું, પણ હવે ઘરે કેટલોક સમય પસાર કરવામાં કંઈ વાંધો નથી.’

ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજથી પાંચ ટી૨૦ મૅચની સિરીઝ શરૂ થવાની છે. એ ઉપરાંત ફિન્ચ પોતાની કેટલીક ટેક્નિક પર પણ કામ કરી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK