આકાશ ચોપડાની IPL 2020 ઇલેવનમાંથી રોહિત અને વિરાટ બન્ને આઉટ

Published: 14th November, 2020 13:34 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આઇપીએલની ૧૩મી સીઝનના અંત બાદ ભૂતપૂર્વ ખેલાડીઓ આ સીઝનમાં પર્ફોર્મન્સના આધારે બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરતા હોય છે.

આકાશ ચોપડા
આકાશ ચોપડા

આઇપીએલની ૧૩મી સીઝનના અંત બાદ ભૂતપૂર્વ ખેલાડીઓ આ સીઝનમાં પર્ફોર્મન્સના આધારે બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરતા હોય છે. એમાં સહેવાગ બાદ હવે ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર આકાશ ચોપડાએ તેની મનપસંદ ઇલેવન જાહેર કરી છે. ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર એક વિડિયો શૅર કરીને જાહેર કરેલી આ ઇલેવનમાં આશ્ચર્યજનક રીતે પ્લેઑફમાં રમનાર ચારેય ટીમના કૅપ્ટનનો, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર અને ડેવિડ વૉર્નરને સ્થાન નથી આપવામાં આવ્યું. ઓપનર તરીકે ચોપડાએ લોકેશ રાહુલ અને શિખર ધવનને, ત્રીજા નંબરે ઈશાન કિશન, ચોથા નંબરે સૂર્યકુમાર યાદવ તથા પાંચમા ક્રમાંકે એબી ડિવિલિયર્સ અને છઠ્ઠાએ રાજસ્થાનના રાહુલ તેવટિયાને પસંદ કર્યો છે. સ્પિનર તરીકે રાશિદ ખાન અને યુઝવેન્દ્ર ચહલ તેમ જ પેસબોલરોમાં જસપ્રીત બુમરાહ, કૅગિસો રબાડા અને જોફ્રા આર્ચરને સિલેક્ટ કર્યા હતા.

આકાશ ચોપડાની આઇપીએલ ૨૦૨૦ ઇલેવન : લોકેશ રાહુલ, શિખર ધવન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, એબી ડિવિલિયર્સ, રાહુલ તેવટિયા, કૅગિસો રબાડા, જસપ્રીત બુમરાહ, જોફ્રા આર્ચર, યુઝવેન્દ્ર ચહલ અને રાશિદ ખાન.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK